Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 20:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેમણે કહ્યું, ’આ જે છેલ્લા કામ કરવા આવ્યા તેમણે ફક્ત એક જ કલાક કામ કર્યું, જ્યારે અમે તો આખો દિવસ સખત તાપમાં કામ કર્યું છે, છતાં તમે તેમને અને અમને એકસરખું વેતન આપ્યું છે!’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ને કહ્યું, “આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે, અને તેં તેઓને અમારી એટલે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ‘જે લોકો છેલ્લાં આવ્યા હતા અને એક કલાક જ કામ કર્યુ તેમને તેં અમારા જેટલી જ મજૂરી આપી. જ્યારે અમે તો આખો દિવસ સૂર્યની ગરમીમાં કામ કર્યુ છે.’

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 20:12
20 Iomraidhean Croise  

દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.”


તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ?


તમે કહ્યું છે, ‘ઈશ્વરની સેવાભક્તિ કરવાનું નિરર્થક છે. તેમનું કહ્યું કરવામાં અથવા આપણાં કૃત્યો માટે આપણે દિલગીર છીએ,


તેમણે પૈસા તો લઈ લીધા પણ માલિકની વિરુદ્ધ કચકચ કરી.


વળી, દક્ષિણનો પવન વાતો જોઈને તમે કહો છો, ‘લૂ વાવાની,’ અને એમ જ બને છે.


તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું? ના, નથી. કારણ, હવે નિયમપાલનનું નહિ, પણ વિશ્વાસનું મહત્ત્વ છે.


ઈશ્વર એક જ છે. તે યહૂદીઓને તેમના વિશ્વાસને આધારે અને બિનયહૂદીઓને પણ તેમના વિશ્વાસને આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારશે.


છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા અને ચીંથરેહાલ છીએ; અમે ધક્કા ખાઈએ છીએ; અમે ઘરબાર વગરના અહીંતહીં ભટકીએ છીએ.


રહસ્ય આ પ્રમાણે છે: શુભસંદેશની મારફતે ઈશ્વરની આશિષોમાં યહૂદીઓની સાથે બિનયહૂદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ શરીરનાં અંગો છે અને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.


સૂર્યનો તાપ તપે છે એટલે ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે. તેમજ તેનું સૌંદર્ય નાશ પામે છે. એ જ પ્રમાણે, ધનવાન પણ જ્યારે પોતાના ધંધા રોજગારમાં મશગૂલ હશે ત્યારે તે નાશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan