Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ’હે યહૂદિયાના બેથલેહેમ, યહૂદિયાના રાજ્યમાં તું કંઈ નાનું નથી. કારણ, તારામાંથી એક આગેવાન ઊભો થશે અને તે મારા ઇઝરાયલી લોકોનો માર્ગદર્શક બનશે’.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 “ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયેલી લોકોનો પાળક થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ‘ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ‘ઓ યદૂદિયા દેશના બેથલેહેમ, યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી. તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે.’”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 2:6
24 Iomraidhean Croise  

શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


સાલ્મા બેથલેહેમનો પિતા હતો. હારેફ બેથ-ગાદેરનો પિતા હતો.


આમ તો યહૂદાનું કુળ સૌથી બળવાન બન્યું અને બધાં કુળોનો શાસક તેમાંથી ઊભો થયો, પણ જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો યોસેફનો જ રહ્યો.)


જેમના પૂર્વજો નીચે જણાવેલાં નગરોમાં વસતા હતા તેઓ પણ પાછા ફર્યા અને તેમની સંખ્યા આ પ્રમાણે હતી: બેથલેહેમ — 123 નટોફા — 56 અનાથોથ — 128 આઝમાવેથ — 42 કિર્યાથ-યારીમ, કફીરા અને બએરોથ — 743 રામા અને ગેબા — 621 મિખ્માસ — 122 બેથેલ અને આય — 223 નબો — 52 માગ્બીશ — 156 બીજું એલામ — 1,254 હારીમ — 320 લોદ, હાદીદ અને ઓનો — 725 યરીખો — 345 સનાઆ — 3,630


તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


તે અદોમીઓને પગ તળે કચડી નાખશે અને નગરના બચી ગયેલાઓનો પણ વિનાશ કરશે.”


હેરોદ રાજાના સમયમાં યહૂદિયા દેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયા પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા.


ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


બીજી વાર ઈસુએ તેને પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને સાચવ.”


શાસ્ત્ર કહે છે કે મસીહ દાવિદના વંશજ હશે અને દાવિદના નગર બેથલેહેમમાંથી આવશે.”


ઈશ્વરે સર્વ બાબતોને ખ્રિસ્તના પગ નીચે મૂકી છે, અને તેમને સર્વના પ્રભુ તરીકે મંડળીને આપ્યા છે.


તે તો પોતાના શરીરનું, એટલે કે, મંડળીનું શિર છે અને તે શરીરના જીવનનું ઉદ્ભવસ્થાન છે. તે ઈશ્વરના પ્રથમજનિત પુત્ર છે, અને માત્ર તેમને જ સર્વ સર્જનમાં પ્રથમસ્થાન મળે તે માટે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે.


એ તો જાણીતી વાત છે કે તે તો યહૂદાના કુળમાં જન્મ્યા હતા; અને યજ્ઞકારો સંબંધી બોલતાં મોશેએ આ કુળનો ઉલ્લેખ કર્યો ન હતો.


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


કારણ, રાજ્યાસનના કેન્દ્રસ્થાને જે હલવાન છે તે તેમનો ઘેટાંપાળક બનશે અને તેમને જીવતા પાણીનાં ઝરણાંઓએ દોરી જશે. ઈશ્વર તેમની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan