Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 આ વાત સાંભળીને હેરોદ રાજા તેમ જ બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને એ સાંભળીને હેરોદે રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું. આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 2:3
14 Iomraidhean Croise  

એનાથી અરામનો રાજા ખૂબ અકળાયો. તેણે પોતાના અધિકારીઓને બોલાવીને તેમને પૂછયું, “તમારામાંથી ઈઝરાયલના રાજાના પક્ષનો કોણ છે?”


તેમણે પૂછપરછ કરી, યહૂદીઓનો રાજા બનનાર બાળકનો જન્મ ક્યાં થયો છે? અમે પૂર્વમાં તેમનો તારો ઊગતો જોયો છે, અને તેમનું ભજન કરવા આવ્યા છીએ.


તેણે બધા મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોની સભા બોલાવીને પૂછયું, મસીહનો જન્મ ક્યાં થવો જોઈએ?


ઓ યરુશાલેમ, ઓ યરુશાલેમ! ઈશ્વરના સંદેશવાહકોને મારી નાખનાર અને ઈશ્વરે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખ નીચે સાચવી રાખે છે તેમ મેં કેટલી બધીવાર મારા લોકને બચાવવા ચાહ્યું, પણ તમે મને તેમ કરવા દીધું નહિ.


તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળશો. પણ તેથી ગભરાશો નહિ. આ બધું બનવાની જરૂર છે. પણ તેનો અર્થ એવો નથી કે અંત આવી ચૂક્યો છે.


તેમણે એકાએક બૂમ પાડી, ઓ ઈશ્વરપુત્ર, અમારે અને તમારે શું લો વળે? અમારો સમય પૂરો થાય તે પહેલાં તમે અમને રિબાવવા આવ્યા છો?


તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળો ત્યારે નાસીપાસ થશો નહિ. આ બધા બનાવો બનવાની જરૂર છે; પણ એનો અર્થ એ નથી કે અંત આવી ગયો છે.


ઈસુ મરણમાંથી સજીવન થયા છે એવું શિક્ષણ એ બે પ્રેષિતો લોકોને આપતા હોવાથી તેઓ ચિડાયા, કારણ, એથી એવું પુરવાર થતું હતું કે મરેલાં સજીવન થશે.


Lean sinn:

Sanasan


Sanasan