Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 2:22 - પવિત્ર બાઇબલ C.L.

22 જ્યારે તેને ખબર પડી કે આર્ખિલાઉસ તેના પિતા હેરોદના મરણ પછી યહૂદિયાનો રાજા બન્યો છે ત્યારે યોસેફ ત્યાં જતાં ભરાયો. સ્વપ્નમાં વધુ સૂચનાઓ મળતાં તે ગાલીલ દેશમાં ગયો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ આર્ખિલાઉસ તેના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતાં બીધો. તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતા ગભરાયો. તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 2:22
18 Iomraidhean Croise  

તું બહાર જાય કે ઘેર પાછો ફરે ત્યારે પ્રભુ તને સાચવશે; હમણાંથી સર્વકાળ સુધી પ્રભુ તારું રક્ષણ કરશે.


“આ ઈશ્વર જ સદાને માટે આપણા ઈશ્વર છે; તે આપણને જીવનપર્યંત દોરશે.”


તમારા બોધ દ્વારા તમે મને દોરશો; અને આખરે તમારા મહિમામાં મારો અંગીકાર કરશો.


જ્યારે તમે માર્ગમાંથી હટીને જમણી કે ડાબી તરફ ફરશો ત્યારે તરત જ તમે પાછળથી તેમનો અવાજ સાંભળશો: “માર્ગ આ છે; તેના પર ચાલો.”


જ્યારે તે આ વિષે વિચારતો હતો ત્યારે સ્વપ્નમાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો, અને તેને કહ્યું, દાવિદના વંશજ યોસેફ, મિર્યામને તારી પત્ની તરીકે સ્વીકારતાં ગભરાઈશ નહિ. કારણ, પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે.


હેરોદ રાજાના સમયમાં યહૂદિયા દેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયા પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા.


હેરોદનું મરણ થયા પછી ઇજિપ્તમાં પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દીધું,


આથી યોસેફ ઊઠયો, અને બાળક તથા તેની માતાને લઈને ઇઝરાયલ પાછો ગયો.


આ સમયે ઈસુ ગાલીલના દેશથી યર્દન નદીએ આવ્યા અને યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા ગયા.


પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે જે કંઈ ધર્મક્રિયાઓ કરવાની હતી, તે બધી પૂરી કરીને તેઓ ગાલીલમાં તેમના શહેર નાઝારેથ પાછાં ફર્યાં.


તેમણે જવાબ આપ્યો, “ત્યારે તું પણ ગાલીલનો છે એમ ને? શાસ્ત્રનું અયયન કર તો તને સમજ પડશે કે ઈશ્વરનો સંદેશવાહક ગાલીલમાંથી પેદા થવાનો નથી.”


શમુએલે કહ્યું, “હું એવું કઈ રીતે કરી શકું? શાઉલ એ જાણશે તો મને મારી નાખશે.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી સાથે એક વાછરડી લે અને તું પ્રભુને બલિ અર્પવા આવ્યો છે એમ કહેજે.


Lean sinn:

Sanasan


Sanasan