Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 2:16 - પવિત્ર બાઇબલ C.L.

16 હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જ્યારે હેરોદને માલૂમ પડયું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો, ને [માણસો] મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી‍ ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં જેટલાં બાળકો બેથલેહેમમાં તથા તેની બધી સીમમાં હતાં, તેઓ સર્વને તેણે મારી નંખાવ્‍યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જયારે હેરોદને માલૂમ પડ્યું કે જ્ઞાનીઓએ તેને છેતર્યો છે, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે જ્ઞાનીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના આસપાસના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો. તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો. હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો. કે જે (હાલના સમયથી) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 2:16
21 Iomraidhean Croise  

પછી તેણે તેને પણ એ જ વાત કરી: “આપણે માટે તમે પેલો હિબ્રૂ ગુલામ લાવેલા તે મારા ઓરડામાં મારી છેડતી કરવા આવ્યો.


કારણ, તેમણે પોતાના ક્રોધાવેશમાં માણસોને મારી નાખ્યા છે; પોતાના ઉન્માદમાં તેમણે આખલાની નસ કાપી નાખી છે. ધિક્કાર છે તેમના ક્રોધને, કારણ, તે વિકરાળ છે. ધિક્કાર છે તેમના રોષને, કારણ, તે ઘાતકી છે. હું તેમને યાકોબના કુટુંબમાં ફેલાવી દઈશ, હું તેમને ઇઝરાયલી લોકોમાં વિખેરી નાખીશ.


હઝાએલે પૂછયું, “ગુરુજી, તમે કેમ રડો છો?” એલિશાએ જવાબ આપ્યો, “એટલા માટે કે ઇઝરાયલના લોકો વિરુદ્ધ જે ભયાનક કૃત્યો તું કરવાનો છે તે હું જાણું છું. તું તેમના કિલ્લાઓને આગ લગાડશે, તેમના ઉત્તમ યુવાનોની ક્તલ કરશે, તેમનાં બાળકોને પછાડી નાખશે અને તેમની સગર્ભા સ્ત્રીઓને ચીરી નાખશે.”


એક સમયે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા હતા, પણ અત્યારે હું મારા મિત્રોની દષ્ટિમાં પણ હાંસીપાત્ર બન્યો છું; અને હું નેક અને નિર્દોષ માણસ હોવા છતાં મારી મજાક ઉડાવાય છે.


લાચાર પ્રજા પર શાસન ચલાવતો દુષ્ટ રાજા ગર્જતા સિંહ જેવો અથવા શિકારની શોધમાં ભમતા રીંછ જેવો છે.


ખૂનના આરોપી ધરપકડથી બચવા કૂવામાં ય કૂદી પડશે.


પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ.


તેમના પગ દુરાચાર માટે દોડી જાય છે અને તેઓ સહેજમાં નિર્દોષનાં ખૂન કરી નાખે છે. તેમના વિચારો પ્રપંચી છે. તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પાયમાલી અને વિનાશ થઈ રહે છે.


એ સાંભળીને રાજા ક્રોધથી ભભૂકી ઊઠયો અને એ ત્રણે માણસોને પોતાની સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો.


તેથી તમારા લોક પર લડાઈ આવી પડશે; અને તમારા બધા કિલ્લાઓ તોડી પાડવામાં આવશે. લડાઈમાં શાલ્માન રાજાએ બેથ-આર્બેલ શહેરનો નાશ કર્યો અને માતાઓને બાળકો સાથે પછાડી મારવામાં આવી તે દિવસના જેવું થશે.


બલામે ગધેડીને કહ્યું, “એટલા માટે કે તેં મારી ફજેતી કરી છે. જો મારી પાસે તલવાર હોત તો હું તને હમણાં જ મારી નાખત.”


આ સાંભળીને બાલાકને બલામ પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે પોતાની મુક્કી પછાડીને બલામને કહ્યું, “મારા દુશ્મનોને શાપ આપવા માટે હું તને લઈ આવ્યો પણ તેં તો તેને બદલે તેમને ત્રણ ત્રણ વાર આશિષ આપી!


હેરોદ રાજાના સમયમાં યહૂદિયા દેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયા પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા.


ઈશ્વરના સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પૂર્ણ થયું:


આથી હેરોદે પૂર્વના આ ખગોળશાસ્ત્રીઓને ખાનગી રીતે બોલાવ્યા અને કયા સમયે તારો દેખાયો હતો તેની ચોક્કસ બાતમી મેળવી લીધી.


તેણે પોતાની પૂંછડીના સપાટાથી ત્રીજા ભાગના તારાઓ ઘસડીને પૃથ્વી પર નાખ્યા. પેલી સ્ત્રી જેને પ્રસૂતિ થવાની હતી તેની સામે તે અજગર ઊભો રહ્યો કે જેથી બાળક જન્મે કે તે તરત જ તેનો ભક્ષ કરી જાય.


મેં જોયું કે તે સ્ત્રી ઈશ્વરના લોકોનું અને ઈસુને વફાદાર રહેવાને લીધે શહીદ થયેલા લોકોનું લોહી પીને ચકચૂર બનેલી હતી. તેને જોઈને હું આશ્ર્વર્યચકિત થઈ ગયો.


દલીલાએ શિમશોનને કહ્યું, “તમે તો મને છેતરો છો અને સાચી વાત કહેતા નથી. તમને કોઈ કેવી રીતે બાંધી શકે તે કૃપા કરી મને કહો.”


Lean sinn:

Sanasan


Sanasan