Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 2:15 - પવિત્ર બાઇબલ C.L.

15 અને હેરોદના મૃત્યુ સુધી તે ત્યાં રહ્યો. સંદેશવાહકની મારફતે પ્રભુએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે આમ બન્યું: મેં મારા પુત્રને ઇજિપ્તમાંથી બોલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને હેરોદના મૃત્યુ સુધી તે ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે, “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 2:15
21 Iomraidhean Croise  

ત્યારે તું ફેરોને કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘ઇઝરાયલ મારો જયેષ્ઠ પુત્ર છે,


પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો.


ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો. ઇઝરાયલમાં જાણે કે જંગલી આખલા જેટલું બળ છે. તેઓ પોતાના દુશ્મનોને ભરખી જાય છે, તેમનાં હાડકાંના ભાંગીને ચૂરેચૂરા કરે છે અને પોતાનાં તીરથી તેમને વીંધી નાખે છે.


સંદેશવાહકની મારફતે પ્રભુએ જે જણાવ્યું હતું તે પૂર્ણ થાય માટે આ બધી બાબતો બની, એટલે,


યોસેફ બાળકને તથા તેની માતાને લઈને રાત્રિના સમયે ઇજિપ્ત જવાને ચાલી નીકળ્યો,


ઈશ્વરના સંદેશવાહક યર્મિયાએ જે કહ્યું હતું તે પૂર્ણ થયું:


હેરોદનું મરણ થયા પછી ઇજિપ્તમાં પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દીધું,


અને નાઝારેથ નામના નગરમાં જઈને રહેવા લાગ્યો. તે નાઝારી કહેવાશે, એવું સંદેશ- વાહકોએ જે કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ બન્યું.


સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એ પ્રમાણે બન્યું:


પણ જો તેમ કરવામાં આવે તો શાસ્ત્રમાં આ રીતે એ બનવું જોઈએ તેમ લખવામાં આવ્યું છે તે કેવી રીતે પરિપૂર્ણ થાય?


શાસ્ત્રમાં સંદેશવાહકોએ જે લખેલું છે તે પરિપૂર્ણ થાય માટે આ બધું બન્યું. ત્યાર પછી બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


તેમણે તેમને ક્રૂસે જડયા અને પાસાં નાખીને તેમનાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં.


યશાયા સંદેશવાહકે જે કહ્યું હતું તે પરિપૂર્ણ થાય માટે એમ બન્યું: તેણે જાતે જ આપણાં દર્દ લઈ લીધાં અને આપણા રો દૂર કર્યા.


પછી તેમણે તેમને કહ્યું, “હું જ્યારે તમારી સાથે હતો, ત્યારે આ જ વાતો મેં તમને કહી હતી, ‘મોશેના નિયમશાસ્ત્રમાં, સંદેશવાહકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું સાચું પડવું જ જોઈએ.”


ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.”


શાસ્ત્રવચન પૂરું થાય માટે એમ બન્યું: “તેનું એકપણ હાડકું ભાંગવામાં આવશે નહિ.”


“મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી.


Lean sinn:

Sanasan


Sanasan