Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હેરોદ રાજાના સમયમાં યહૂદિયા દેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયા પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરુશાલેમ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, જ્ઞાની માણસોએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો. હેરોદ રાજાના સમયમાં તેનો જન્મ થયો હતો. ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 2:1
25 Iomraidhean Croise  

મેશાથી પૂર્વના પહાડી પ્રદેશમાં આવેલ સફાર સુધી તેમના વસવાટનો દેશ હતો.


પણ પોતાની ઉપપત્નીઓના પુત્રોને તો તેણે બક્ષિસો આપીને પોતે જીવતો હતો તે જ દરમ્યાન ઇસ્હાકથી દૂર પૂર્વપ્રદેશમાં મોકલી દીધા.


સવારમાં રાજા મનમાં ઘણો વ્યથિત હતો, તેથી તેણે ઇજિપ્તના બધા જાદુગરો અને જ્ઞાની માણસોને બોલાવડાવ્યા. તેણે તેમને પોતાનાં સ્વપ્નો કહી જણાવ્યાં, પણ કોઈ ફેરોને એનો અર્થ કહી શકાયો નહિ.


શિલોહ ન આવે ત્યાં સુધી યહૂદા પાસેથી રાજદંડ હટી જશે નહિ. તેમ જ તેના વંશજો પાસેથી રાજ્યાધિકાર જતો રહેશે નહિ; અને બધી પ્રજાઓ તેને આધીન રહેશે.


પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં શલોમોન વિશેષ જ્ઞાની હતો.


સાલ્મા બેથલેહેમનો પિતા હતો. હારેફ બેથ-ગાદેરનો પિતા હતો.


તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો.


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


પ્રભુ કહે છે, “હે બેથલેહેમ એફ્રાથા, તું યહૂદિયાનાં નગરોમાં નાનાંમાં નાનું છે, પણ હું તારામાંથી એક એવો રાજ્યર્ક્તા ઊભો કરીશ કે જેનો પ્રારંભ પ્રાચીનકાળથી, હા, સનાતનકાળથી છે.


પણ મિર્યામે પુત્રને જન્મ આપ્યો નહિ ત્યાં સુધી તેણે તેની સાથે સમાગમ કર્યો નહિ. યોસેફે તે પુત્રનું નામ ઈસુ પાડયું.


હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.


હેરોદનું મરણ થયા પછી ઇજિપ્તમાં પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દીધું,


આ વાત સાંભળીને હેરોદ રાજા તેમ જ બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા.


તેમણે જવાબ આપ્યો, યહૂદિયાના બેથલેહેમનગરમાં; કારણ, સંદેશવાહકે આ પ્રમાણે લખેલું છે:


આથી હેરોદે પૂર્વના આ ખગોળશાસ્ત્રીઓને ખાનગી રીતે બોલાવ્યા અને કયા સમયે તારો દેખાયો હતો તેની ચોક્કસ બાતમી મેળવી લીધી.


હેરોદ યહૂદિયા પ્રદેશનો રાજા હતો તે વખતે ઝખાર્યા નામે એક યજ્ઞકાર હતો; તે યજ્ઞકારોના અબિયા નામના વર્ગમાંનો હતો. તેની પત્નીનું નામ એલીસાબેત હતું; તે પણ આરોનવંશની હતી.


આજે દાવિદના નગરમાં તમારા ઉદ્ધારક ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. તમે આ નિશાની પરથી તે જાણી શકશો:


દૂતો તેમની પાસેથી આકાશમાં પાછા જતા રહ્યા પછી ઘેટાંપાલકોએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે બેથલેહેમ જઈએ અને ઈશ્વરે આપણને જે બન્યાની જાણ કરી છે તે જોઈએ.”


શાસ્ત્ર કહે છે કે મસીહ દાવિદના વંશજ હશે અને દાવિદના નગર બેથલેહેમમાંથી આવશે.”


એ સમયે યહૂદિયાના બેથલેહેમ નગરમાં એક લેવી વસતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan