Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 19:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ઈસુએ જવાબ આપ્યો, શું તમે આ શાસ્ત્રભાગ નથી વાંચ્યો? ’આરંભમાં સર્જનહારે નર અને નારી ઉત્પન્‍ન કર્યાં.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેમણે ઉત્તર આપ્યો, “શું તમે નથી વાંચ્યું કે, જેણે તેઓને ઉત્પન્‍ન કર્યા, તેણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્‍ન કર્યાં,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, “શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ઈસુએ ઉત્તર આપ્યો, “જરુંર તમે શાસ્ત્રમાં આ વાચ્યું હશે કે જ્યારે દેવે પૃથ્વી બનાવી ત્યારે ‘દેવે નરનારી ઉત્પન કર્યા.’

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 19:4
15 Iomraidhean Croise  

ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવજાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું.


પછી પ્રભુ પરમેશ્વર બોલ્યા, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય સહાયકારી બનાવીશ.”


ત્યારે માણસ બોલી ઊઠયો: “અરે, આ તો મારા હાડકામાંનું હાડકું છે અને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે; કારણ, તે નરમાંથી લીધેલી છે.”


તેમણે તેમનું પુરુષ તથા સ્ત્રી તરીકે સર્જન કર્યું, તેમને આશિષ આપી અને તેમનું નામ ‘માણસ’ પાડયું.


યહોયાદાએ યોઆશ રાજા સાથે બે સ્ત્રીઓનાં લગ્ન કરાવ્યાં અને તેમનાથી યોઆશને પુત્રોપુત્રીઓ થયાં.


પ્રભુએ તમને તમારી પત્ની સાથે એક શરીર અને એક આત્મા કર્યા નહોતા? એમ કરવામાં તેમનો હેતુ શો હતો? એ જ કે તમને જે સંતાન થાય તે ઈશ્વરના ખરેખરા લોક હોય. તેથી તમારામાંનો કોઈ પોતાની પત્ની સાથેનો કરાર તોડે નહિ તેની તકેદારી રાખે.


ઈસુએ જવાબ આપ્યો, જ્યારે દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા, ત્યારે તેમણે શું કર્યું હતું તે તમે કદી વાંચ્યું નથી?


ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


તેથી શિષ્યો ગયા અને ઈસુના કહ્યા પ્રમાણે કર્યું.


હવે મરેલાંને સજીવન કરવા સંબંધી ઈશ્વરે તમને જે કહ્યું છે તે શું તમે કદી વાંચ્યું નથી?


તમે આ શાસ્ત્રભાગ તો વાંચ્યો જ હશે: ‘મકાન બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે.


હવે મરેલાંને સજીવન કરવા સંબંધી તો મોશેના પુસ્તકમાં બળતા ઝાડવા અંગેનો બનાવ તમે નથી વાંચ્યો? ત્યાં લખેલું છે: ‘ઈશ્વર મોશેને કહે છે, હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું.’


ઈસુએ જવાબ આપ્યો, “દાવિદ ભૂખ્યો હતો, ત્યારે તેણે શું કર્યું હતું તે શું તમે વાંચ્યું નથી? તે અને તેના સાથીદારો ભૂખ્યા હતા;


ઈસુએ જવાબ આપ્યો, “ધર્મશાસ્ત્ર શું કહે છે? તું તેનો શો અર્થ ઘટાવે છે?”


ઈસુએ તેમને જવાબ આપ્યો, “દાવિદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા ત્યારે તેણે શું કર્યું તે શું તમે નથી વાંચ્યું?


Lean sinn:

Sanasan


Sanasan