Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 19:22 - પવિત્ર બાઇબલ C.L.

22 એ વાત સાંભળીને તે યુવાન ખુબ દિલગીર થઈને ચાલ્યો ગયો, કારણ, તે ઘણો ધનવાન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 પણ તે જુવાન એ વાત સાંભળીને ખિન્‍ન થઈને ‍ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 આ સાંભળીને તે યુવાન માણસ ઘણો દુ:ખી થયો હતો. કારણ કે તે ઘણો પૈસાદાર હતો. તે પૈસા તેની પાસે જ રાખવા ઈચ્છતો હતો તેથી તે ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 19:22
17 Iomraidhean Croise  

હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો.


તેથી મારા લોકો તારી પાસે આવીને તારું સાંભળવા તારી પાસે ટોળે મળીને બેસે છે, તેઓ તારી વાત સાંભળે છે, પણ તેનો અમલ કરતા નથી. તેઓ તેમના મુખની વાતોથી તો બહુ પ્રેમ દર્શાવે છે, પરંતુ તેમનું હૃદય સ્વાર્થ પાછળ ભટકે છે.


કાંટાઝાંખરાં મધ્યે પડેલાં બી એવા લોકો છે કે જેઓ સંદેશો સાંભળે છે, પણ આ દુનિયાની ચિંતાઓ અને ધન પ્રત્યેનો લોભ સંદેશાને દાબી દે છે અને તેમને ફળ આવતાં નથી.


રાજા ઘણો દુ:ખી થયો. પણ મહેમાનોની સમક્ષ આપેલા વચનને કારણે તેણે દીકરીની માગણી પૂર્ણ કરવા હુકમો આપ્યા.


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


ઈસુએ જવાબ આપ્યો, જો તારે સંપૂર્ણ થવું હોય તો જા, તારું બધું ધન વેચીને ગરીબોને વહેંચી દે, એટલે તને આકાશમાં ધન મળશે. ત્યાર પછી મારી પાસે આવીને મને અનુસર.


ઈસુએ શિષ્યોને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે ઈશ્વરના રાજમાં પ્રવેશવું એ ધનવાનને માટે ખૂબ જ મુશ્કેલ છે.


કોઈપણ વ્યક્તિ બે શેઠની નોકરી કરી શકે નહિ. એકના પર તે પ્રેમ કરશે ને બીજાને ધિક્કારશે. એકને તે વફાદાર રહેશે ને બીજાને વફાદાર નહીં રહે. એ જ પ્રમાણે ઈશ્વર અને પૈસાની પૂજા તમારાથી કરી શકાય નહિ.


એ માણસે જ્યારે તે સાંભળ્યું, ત્યારે તેનું મોં ઉદાસ થઈ ગયું, અને તે દુ:ખી થઈ ચાલ્યો ગયો; કારણ, તે ઘણો ધનવાન હતો.


એનાથી રાજાને પારાવાર દુ:ખ થયું; પણ તેના બધા મહેમાનો આગળ સોગંદથી બંધાયો હોવાથી તે ના પાડી શક્યો નહિ.


એ સાંભળીને તે ઘણો ઉદાસ થઈ ગયો, કારણ તે ઘણો શ્રીમંત હતો.


હું તમને સાચે જ કહું છું: તમે રડશો અને આંસુ સારશો, પરંતુ દુનિયા તો હરખાશે. તમે શોક્તુર થઈ જશો, પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે.


તમે આ વાત તો જાણી લો કે વ્યભિચારી, દુરાચારી અથવા લોભી માણસ ખ્રિસ્ત અને ઈશ્વરના રાજનો ભાગીદાર કદી બનશે નહિ, કારણ, એવી વ્યક્તિ હકીક્તમાં મૂર્તિપૂજક જ છે.


તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઇચ્છાઓ, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિપૂજા જ છે; તેમને તમે મારી નાખો.


Lean sinn:

Sanasan


Sanasan