Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 19:14 - પવિત્ર બાઇબલ C.L.

14 ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહિ. કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ ઈસુએ કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ, કેમ કે આકાશનું રાજ્ય એવાંઓનું જ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ ઈસુએ કહ્યું કે, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી ઈસુએ કહ્યું, “નાના બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહિ, કારણ કે આકાશનું રાજ્ય જે નાના બાળકો જેવા છે એમના માટે છે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 19:14
18 Iomraidhean Croise  

ઇસ્હાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરની આજ્ઞા મુજબ અબ્રાહામે તેની સુન્‍નત કરી.


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


હું તમને સાચે જ કહું છું: જ્યાં સુધી તમે બદલાઓ નહિ, અને બાળકોના જેવા બનો નહિ, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજમાં પ્રવેશ પામશો નહિ.


ઈસુએ બાળકોના માથા પર હાથ મૂકીને આશિષ આપી. પછી તે ત્યાંથી ગયા.


ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાને લીધે જેમને સતાવવામાં આવે છે તેમને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે.


અંતરાત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે.


ઈસુ એ જોઈને ગુસ્સે ભરાયા અને તેમણે શિષ્યોને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.


હું તમને સાચે જ કહું છું: જે કોઈ બાળકની માફક ઈશ્વરના રાજનો સ્વીકાર કરતું નથી, તે તેમાં કદી જ પ્રવેશ કરી શકશે નહિ.”


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતા સંબંધી બાળક થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


પણ તેણે મને એવું કહ્યું કે, ‘તું ગર્ભવતી થઈશ અને તને પુત્ર જનમશે. હવેથી તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિ અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ, કારણ, છોકરો તેના ગર્ભાધાનથી મરણપર્યંત નાઝીરી તરીકે સમર્પિત છે.


તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”


પણ હાન્‍ના ગઈ નહિ. તેણે તેના પતિને કહ્યું, “છોકરાને દૂધ મૂકાવ્યા પછી હું તેને તરત જ પ્રભુના ઘરમાં તેમની સમક્ષ લઈ જઈશ, અને તે જીવનભર ત્યાં જ રહેશે.”


તેને દૂધ છોડાવ્યા પછી તે તેને શીલો લઈ ગઈ. તે પોતાની સાથે ત્રણ વર્ષનો વાછરડો, દસ કિલોગ્રામ લોટ અને ચામડાની મશક ભરીને દ્રાક્ષાસવ લઈ ગઈ. તે તેને શીલોમાં પ્રભુના ભક્તિસ્થાનમાં લઈ ગઈ ત્યારે તે બાળક જ હતો.


બાળ શમુએલ અળસીરેસાના વસ્ત્રનો શ્વેત ઝભ્ભો પહેરીને પ્રભુની સેવા કરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan