Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 18:7 - પવિત્ર બાઇબલ C.L.

7 કેટલીક વસ્તુઓ માણસોને પ્રલોભનમાં નાખનારી હોય છે. દુનિયાને માટે તે કેવી અફસોસની વાત છે! પ્રલોભન તો સદા આવ્યાં કરવાનાં, પણ જેની મારફતે તે આવે છે તેને અફસોસ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 માનવજગતને અફસોસ છે! કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે. પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જગતને અફસોસ છે, કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની. પણ તે વ્યક્તિને અફસોસ છે કે જે ઠોકર લાવવા માટે જવાબદાર છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 18:7
30 Iomraidhean Croise  

તેથી અબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓ વચ્ચે ઝઘડા શરૂ થયા. તે સમયે કનાનમાં કનાની અને પરિઝી લોકો વસતા હતા.


પણ પ્રભુના શત્રુઓ કરે તેમ તેં આ કૃત્યથી પ્રભુનો અત્યંત તિરસ્કાર કર્યો છે અને તેથી તારું નવજાત બાળક મરી જશે.”


ઈસુએ પાછા ફરીને પિતરને કહ્યું, શેતાન, દૂર ભાગ! તું મારા માર્ગમાં ઠોકરરૂપ છે. કારણ, તું માણસની રીતે વિચારે છે, ઈશ્વરની રીતે નહિ!


શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે માનવપુત્ર મરણ પામશે, પણ જે માણસ માનવપુત્રની ધરપકડ કરાવશે તેને હાય હાય! જો તે જનમ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત!


તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળો ત્યારે નાસીપાસ થશો નહિ. આ બધા બનાવો બનવાની જરૂર છે; પણ એનો અર્થ એ નથી કે અંત આવી ગયો છે.


ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “લોકોને પાપમાં પાડનાર પ્રલોભનો તો ઊભાં થવાનાં જ; પણ જે વ્યક્તિ વડે એ થાય છે તેની કેવી દુર્દશા થશે!


હું તેમની સાથે હતો ત્યાં સુધી તો જે નામ તમે મને આપ્યું છે તેના સામર્થ્યથી મેં તેમનું રક્ષણ કર્યું. શાસ્ત્ર સાચું પડે તેથી વિનાશને માટે નિયત થઈ ચૂકેલી વ્યક્તિ સિવાય બીજા કોઈનો નાશ થયો નથી.


“મારા ભાઈઓ, ઈસુની ધરપકડ કરનારાઓના માર્ગદર્શક બનનાર યહૂદા અંગે દાવિદ દ્વારા પવિત્ર આત્માએ જે ભવિષ્યકથન ઉચ્ચાર્યું હતું તે પરિપૂર્ણ થવાની જરૂર હતી.


તમારામાં જેઓ સાચા છે તેઓ જાહેર થાય તે માટે તમારામાં પક્ષ પડવાની જરૂર છે.


સર્વ ગુલામોએ પોતાના માલિકોને આદરપાત્ર ગણવા જોઈએ, જેથી ઈશ્વરના નામનું કે આપણા શિક્ષણનું કોઈ ભૂંડું બોલે નહિ.


તથા આત્મસંયમી, શુદ્ધ અને પોતાના પતિને આધીન રહેનાર સારી ગૃહિણી બને, અને એમ ઈશ્વર તરફથી આપવામાં આવેલ શુભસંદેશની નિંદા થાય નહિ.


ટીકા ન થાય તેવા યોગ્ય શબ્દો વાપર, જેથી દુશ્મનો તારી વિરુદ્ધ કહેવાનું કંઈ ન મળવાથી શરમાઈ જાય.


કારણ, કેટલાક નાસ્તિકો આપણામાં ખબર ન પડે એવી રીતે ધૂસી ગયા છે. પોતાના અનૈતિક સંબંધોને યોગ્ય ઠરાવવા માટે તેઓ ઈશ્વરની કૃપાનો દુરુપયોગ કરે છે અને ઈસુ ખ્રિસ્ત, જે એકલા જ આપણા માલિક અને પ્રભુ છે, તેમનો ઇનકાર કરે છે. આ લોકોને થનાર સજા વિષે શાસ્ત્રમાં બહુ પ્રાચીન સમયથી લખવામાં આવ્યું છે.


એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan