Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 18:23 - પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક રાજા પોતાના સેવકોનો હિસાબ તપાસવા માંગતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા આપવામાં આવે છે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “આકાશના રાજ્યની તુલના એવા રાજા સાથે કરવામાં આવે છે જે પોતાના સેવકોની સાથે હિસાબ ચુક્તે કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 18:23
17 Iomraidhean Croise  

ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ આપ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસે ખેતરમાં સારાં બી વાવ્યાં.


ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસ રાઈનું બી લઈને તેને ખેતરમાં વાવે છે.


ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક સ્ત્રી ખમીર લઈને ત્રણ માપ લોટમાં ભેળવે છે અને તેથી લોટના સમગ્ર લોંદામાં ખમીર સરી જાય છે.


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દરિયામાં નાખવામાં આવેલ જાળમાં બધાં પ્રકારનાં માછલાં પકડાઈ જાય છે.


તેથી ઈસુએ જવાબ આપ્યો, આનો અર્થ એ છે કે નિયમશાસ્ત્રનો દરેક શિક્ષક જે ઈશ્વરના રાજનો શિષ્ય બને છે તે પોતાના ભંડારમાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢનાર ઘરધણી જેવો છે.


તેના એક સેવકને લાખોનું દેવું હતું. તેને રાજા સમક્ષ લાવવામાં આવ્યો.


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દસ કન્યાઓ પોતાના દીવા સળગાવીને વરરાજાને મળવા ગઈ.


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસ ઘર છોડીને લાંબી મુસાફરીએ જવાનો હતો. તેણે પોતાના સેવકોને બોલાવ્યા અને તેમને મિલક્તનો વહીવટ સોંપ્યો.


તે કહેતો, તમારાં પાપથી પાછા ફરો.


જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળે છે તેને એક શાણો માણસ, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ.


આમ, આપણે સૌએ ઈશ્વરની આગળ પોતાનો હિસાબ આપવાનો છે.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


Lean sinn:

Sanasan


Sanasan