Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 15:11 - પવિત્ર બાઇબલ C.L.

11 માણસના મુખમાં જે જાય છે તે નહિ, પણ તેમાંથી જે બહાર નીકળે છે તે જ તેને અશુદ્ધ બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 15:11
26 Iomraidhean Croise  

તેની વાણી શાપ, કપટ અને જુલમથી ભરેલી છે; તેની વાતો ઉપદ્રવ અને દુરાચાર વિષેની જ હોય છે.


માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે.


તેં કોની નિંદા કરી છે અને કોનું અપમાન કર્યું છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે? કોની સામે તેં મગરૂરીથી જોયું છે? અલબત્ત, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધ જ!


ત્યાર પછી ઈસુએ જનસમુદાયને પોતાની પાસે બોલાવીને કહ્યું, સાંભળો અને સમજો!


ત્યાર પછી શિષ્યોએ આવીને ઈસુને કહ્યું, તમે જે કહ્યું તેથી ફરોશીઓની લાગણી દુભાઈ છે તેની તમને ખબર છે?


બહારથી કોઈપણ વસ્તુ માણસના પેટમાં જઈને તેને અશુદ્ધ કરી શક્તી નથી; પણ જે બાબતો માણસના દયમાંથી બહાર આવે છે તે તેને અશુદ્ધ કરે છે.


હું જાણું છું અને પ્રભુ ઈસુ તરફથી મને પૂરી ખાતરી થઈ છે કે કોઈપણ ખાદ્ય પદાર્થ જાતે અશુદ્ધ નથી. જો કોઈ માણસ એમ માને કે અમુક ખાદ્યપદાર્થ અશુદ્ધ છે, તો તે ખાદ્યપદાર્થ તેને માટે અશુદ્ધ બની જાય છે.


ઈશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ પવિત્ર આત્માથી મળતાં સદાચાર, શાંતિ અને આનંદમાં છે.


ખોરાકની બાબતોમાં ઈશ્વરના કાર્યનો નાશ કરો નહિ. દરેક ખોરાક ખાવાલાયક છે. પણ આપણે જે ખાઈએ છીએ તેથી કોઈ માણસ પાપમાં પડતો હોય, તો તે બાબત ખરાબ છે.


લગ્ન ન કરવું જોઈએ અને અમુક ખોરાક ન ખાવો જોઈએ તેવું આ માણસો શીખવે છે. પણ વિશ્વાસીઓ અને સત્યને જાણનારાઓએ આભારની પ્રાર્થના કરી, ઈશ્વરે ઉત્પન્‍ન કરેલો ખોરાક ખાવો જોઈએ.


જેઓ જાતે જ શુદ્ધ છે તેમને માટે બધું શુદ્ધ છે. પણ જેઓ અશુદ્ધ અને અવિશ્વાસી છે તેમને મન કશું જ શુદ્ધ નથી; કારણ, તેમનાં મન અને પ્રેરકબુદ્ધિ અશુદ્ધ થયેલાં છે.


ભિન્‍નભિન્‍ન પ્રકારનું વિચિત્ર શિક્ષણ તમને સારા માર્ગોમાંથી દૂર ન લઈ જાય માટે સાવચેત રહો. ખોરાક સંબંધીના નિયમોને આધીન રહેવાથી નહિ, પણ આપણા આત્માઓ ઈશ્વરની કૃપા દ્વારા દૃઢ બને તે સારું છે. કારણ, ખોરાક સંબંધીના આ નિયમો પાળનારાઓને કશો જ લાભ થયો નથી.


ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan