Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:44 - પવિત્ર બાઇબલ C.L.

44 ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસને ખેતરમાં સંતાડેલો ખજાનો મળતાં તે તેને ફરી સંતાડી દે છે, અને એકદમ આનંદમાં આવી જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી તે ખેતર વેચાતું લઈ લે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, જે એક માણસને જડ્યું. પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:44
29 Iomraidhean Croise  

એ કેવું અપ્રાપ્ય છે તેની માણસને ખબર નથી, અને તે સજીવોની ભૂમિમાં જડતું નથી.


સોના કરતાં જ્ઞાન પ્રાપ્ત કરવું સારું છે, ચાંદી કરતાં સમજ પ્રાપ્ત કરવી વધારે ઇચ્છવા યોગ્ય છે.


શીખવાની સૂઝ ન હોય તેવા મૂર્ખ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે નાણાં હોય તે શા કામનાં?


બીજાઓથી છૂટો પડનાર પોતાના જ સ્વાર્થમાં રત હોય છે. તે સર્વમાન્ય સાચા નિયમનો પણ વિરોધ કરે છે.


સત્યની ખરીદી કર, તેને વેચીશ નહિ; જ્ઞાન, શિસ્ત તથા સમજને પણ વેચીશ નહિ.


પ્રભુ કહે છે, “તમે જેઓ તરસ્યા છો તે અહીં આ પાણી પાસે આવો; જેની પાસે પૈસા ન હોય તે પણ આવો. ખોરાક વેચાતો લઈને ખાઓ. આવો, દ્રાક્ષાસવ અને દૂધ વિનામૂલ્યે ખરીદો; તમારે તેની કંઈ કિંમત ચૂકવવાની નથી.


ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ આપ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક માણસે ખેતરમાં સારાં બી વાવ્યાં.


સારાં મોતી ખરીદનાર વેપારીને ઉત્તમ મોતી મળી જતાં તે પોતાનું સર્વસ્વ વેચી દે છે અને પેલું મોતી ખરીદી લે છે.


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દરિયામાં નાખવામાં આવેલ જાળમાં બધાં પ્રકારનાં માછલાં પકડાઈ જાય છે.


ઈસુએ જવાબ આપ્યો, જો તારે સંપૂર્ણ થવું હોય તો જા, તારું બધું ધન વેચીને ગરીબોને વહેંચી દે, એટલે તને આકાશમાં ધન મળશે. ત્યાર પછી મારી પાસે આવીને મને અનુસર.


પિતર બોલી ઊઠયો, પ્રભુ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને તમારી પાછળ આવ્યા છીએ. અમને શું મળશે?


વળી, જેમણે મારા નામને લીધે પોતાનું ઘર, ભાઈઓ, બહેનો, માતા, પિતા કે બાળકો કે ખેતરો મૂકી દીધાં હશે, તેમને સોગણું પાછું મળશે અને તેમને સાર્વકાલિક જીવન મળશે.


કારણ, જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું મન રહેશે.


ઈસુએ અંતમાં જણાવ્યું, “એ જ રીતે તમારામાંનો કોઈ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા સિવાય મારો શિષ્ય થઈ શકે જ નહિ.”


ઈસુએ તેમને કહ્યું, “જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહિ થાય; જે મારામાં વિશ્વાસ મૂકશે તે કદી તરસ્યો નહિ થાય.


શાસ્ત્રમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તે તો આપણને શિક્ષણ આપવા માટે છે; જેથી શાસ્ત્રમાંથી મળતાં ધીરજ અને પ્રોત્સાહનથી આપણામાં આશા ઉત્પન્‍ન થાય.


ખ્રિસ્તમાં જ ડહાપણ અને જ્ઞાનનો સર્વ સંગ્રહ છુપાયેલો છે.


ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.


કેદીઓનાં દુ:ખોમાં તમે ભાગીદાર બન્યા, અને જ્યારે તમારી મિલક્ત લૂંટવામાં આવી, ત્યારે એ ખોટ તમે હસતે મુખે સહન કરી. કારણ, તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને અક્ષય સંપત્તિ સ્વર્ગમાં છે.


તેથી ધનવાન થવા માટે મારી પાસેથી ચોખ્ખું સોનું વેચાતું લે, તારી શરમજનક નગ્નતા ઢાંકવા માટે મારી પાસેથી સફેદ વસ્ત્રો વેચાતાં લે. તું જોઈ શકે માટે મારી પાસેથી અંજન વેચાતું લે.


Lean sinn:

Sanasan


Sanasan