Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 13:30 - પવિત્ર બાઇબલ C.L.

30 કાપણી આવે ત્યાં સુધી ઘઉં અને જંગલી ઘાસને સાથે સાથે વધવા દો. કાપણી વખતે હું લણનારા નોકરોને કહીશ: સૌપ્રથમ તમે જંગલી ઘાસના છોડને કાપી નાખો અને અગ્નિમાં બાળી નાખવા તેના ભારા બાંધો અને ત્યાર પછી ઘઉંને એકઠા કરી મારા કોઠારમાં ભરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 કાપણી સુધી બન્‍નેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલા કડવા દાણાને એકઠા કરો, ને બાળવા માટે તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 પાક લણતાં સુધી ઘઉં અને નકામા દાણા ભલે સાથે ઊગે પાક લણણીના સમયે લણનારાઓને હું કહીશ પહેલા નકામા છોડને ભેગા કરો. તેમને બાળી નાખવાના હેતુથી તેમના ભારા બાંધો. અને પછી ધઉં મારા કોઠારમાં ભેગા કરો.’”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 13:30
20 Iomraidhean Croise  

એને માટે તો લોખંડી હથિયાર કે ભાલાનો ઉપયોગ કરવો પડે છે; જેથી તેઓ જ્યાં છે ત્યાં જ તેમને આગમાં બાળી દેવાય.”


તે તારે ઘેર ગાડું ખેંચી લાવે, અને તારા ખળાનું અનાજ ભરી લાવે એવો ભરોસો રાખીશ?


ઇઝરાયલની દશા કાપણી કરનારે ઊભા પાકને લણી લીધો હોય તેવા ખેતર જેવી અને કણસલાં વીણી લીધાં હોય તેવા રફાઈમની ખીણમાંના કોઈ ખેતર જેવી થશે.


ફરી એકવાર મારા લોક ન્યાયીઓનો તેમજ દુષ્ટોનો તથા મારી સેવા કરનારાનો તેમજ નહિ કરનારાનો શો અંજામ આવે છે તેનો તફાવત જોઈ શકશે.


એક રાત્રે જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે દુશ્મન આવીને ઘઉંની સાથે જંગલી ઘાસનાં બી વાવી ચાલ્યો ગયો.


તેણે જવાબ આપ્યો, ’ના, કારણ, તમે જંગલી ઘાસ ઉખાડો ત્યારે તેની સાથે કેટલાક ઘઉંના છોડ પણ નીકળી જાય તેમ છે.


અને બધી પ્રજાઓ તેમની પાસે એકઠી થશે. ત્યારે, જેમ ભરવાડ ઘેટાંને બકરાંથી જુદાં કરે છે, તેમ તે લોકોને બે ભાગમાં વહેંચી નાખશે.


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


અનાજ ઝૂડીને ઘઉં પોતાના ભંડારમાં ભરવાને ઊપણવાનું સૂપડું તેમની પાસે છે; પણ ભૂસાને તો તે કદી હોલવાઈ ન જનાર અગ્નિમાં બાળી નાખશે.”


જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


કેટલાક માણસોનાં પાપ દેખીતાં હોય છે અને તે તેમને ન્યાયશાસનમાં લઈ જાય છે; જ્યારે બીજા કેટલાંકનાં પાપ તપાસ થયા પછી માલૂમ પડે છે.


જો કોઈ તમારા પર હુમલો કરીને તમને મારી નાખવાનો પ્રયાસ કરે, તો પ્રભુ તમારા જીવને ખજાનાની જેમ સાચવશે. પણ તમારા શત્રુના જીવને તો તે ગોફણમાંથી ફેંક્તા પથ્થરની જેમ ફેંકી દેશે.


Lean sinn:

Sanasan


Sanasan