Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 12:42 - પવિત્ર બાઇબલ C.L.

42 ન્યાયને દિવસે દક્ષિણની રાણી તમને દોષિત ઠરાવશે. કારણ, શલોમોનની જ્ઞાનવાણી સાંભળવા તે ઘણે દૂરથી આવી હતી. પણ હું તમને કહું છું કે અહીં શલોમોન કરતાં પણ મહાન એવો એક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 “ન્યાયના દિવસે શેબાની રાણી આજની પેઢીના તમારા લોકો સાથે ઊભી રહેશે કારણ કે ઘણે દૂરથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી. અહીં સુલેમાન કરતાં પણ એક મોટો છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 12:42
22 Iomraidhean Croise  

અને ઈશ્વરે તેને આપેલું જ્ઞાન સાંભળવા આખી દુનિયામાંથી લોકો તેની પાસે આવતા.


શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


તેથી તમારા લોક પર ન્યાયપૂર્વક રાજ કરવાને અને ભલુંભૂંડું પારખવાને મને જ્ઞાની હૃદય આપો. નહિ તો, હું કેવી રીતે તમારી આ મહાન પ્રજા પર ન્યાયપૂર્વક રાજ કરી શકું?”


ઈશ્વરે શલોમોનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગરતટના જેવી વિશાળ સમજ આપ્યાં.


સમસ્ત દુનિયાના રાજાઓએ તેના જ્ઞાન વિષે સાંભળ્યું અને તેમણે તેનું સાંભળવા પોતાના માણસોને મોકલ્યા.


પ્રભુએ પોતાનું વચન પાળ્યું અને શલોમોનને જ્ઞાન આપ્યું. હીરામ અને શલોમોન વચ્ચે સલાહસંપ હતો અને તેમણે પરસ્પર મૈત્રીનો કરાર કર્યો.


તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


ન્યાયને દિવસે નિનવેહના લોકો તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો ઉપદેશ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા હતા. પણ અહીં યોના કરતાં પણ મહાન એવો એક છે.


હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં પણ વિશેષ મહાન વ્યક્તિ છે.


ઈસુ વાત કરતા હતા એવામાં એક તેજોમય વાદળે તેમના પર છાયા કરી અને તેમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું; તેનું સાંભળો.


આકાશમાંથી વાણી સંભળાઈ, આ મારો પ્રિય પુત્ર છે, તેના પર હું પ્રસન્‍ન છું.


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે.


વળી, તે સમુદ્રને પેલે પાર નથી કે તમારે એમ પૂછવું પડે કે, ‘કોણ અમારે માટે સમુદ્રને પેલે પાર જઈને તે અમારી પાસે લાવે કે અમે તે સાંભળીએ અને તેનું પાલન કરીએ?’


Lean sinn:

Sanasan


Sanasan