Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 11:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ત્યાર પછી ઈસુ જ્યાં તેમણે તેમના મોટા ભાગના ચમત્કારો કર્યા હતા તેવાં શહેરો તરફ ગયા. કારણ, ત્યાંના લોકો હજુ પોતાનાં પાપથી પાછા ફર્યા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ત્યારે જે નગરોમાં તેમનાં પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તેમણે તેઓની ટીકા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ઈસુએ જ્યાં જ્યાં તેનાં મોટા ભાગનાં પરાક્રમી કાર્યો કર્યા હતાં, તે નગરોની ટીકા કરી કારણ કે લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા નહિ. અને પાપકર્મો કરવાનું છોડ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 11:20
17 Iomraidhean Croise  

જો કે હું તમને ધ્યનથી સાંભળું છું, પણ તમે પસ્તાવાનો એક શબ્દ પણ ઉચ્ચારતા નથી; ‘અરે, મેં આ શું કર્યું;’ એવું કહીને એક પણ વ્યક્તિ પોતાની દુષ્ટતા માટે ખેદ કરતી નથી. ઘોડો યુદ્ધમાં ધસી જાય તેમ દરેક જન પતન તરફ ધસે છે.


ન્યાયને દિવસે નિનવેહના લોકો તમને દોષિત ઠરાવશે. કારણ, યોનાનો ઉપદેશ સાંભળીને તેઓ પોતાનાં પાપથી પાછા ફર્યા હતા. પણ અહીં યોના કરતાં પણ મહાન એવો એક છે.


એ પછી અગિયાર શિષ્યો જમતા હતા ત્યારે ઈસુએ તેમને દર્શન દીધું. તેમના અવિશ્વાસને લીધે તેમણે તેમને ઠપકો આપ્યો; કારણ, તેઓ એટલા જડ હતા કે જેમણે તેમને જીવતા થયેલા જોયા હતા તેમની પણ વાત માની નહિ.


ઈસુએ તેમને કહ્યું, “તમે કેવા અવિશ્વાસુ લોકો છો! તમારી સાથે મારે ક્યાં સુધી રહેવું? મારે ક્યાં સુધી તમારું સહન કરવું? છોકરાને મારી પાસે લાવો!”


તારી પાસેથી જે વાતો અમે સાંભળીએ છીએ તેમાંની કેટલીક અમને વિચિત્ર લાગે છે અને અમે તેનો અર્થ જાણવા માગીએ છીએ.”


મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


એટલે તેના રાજ્ય પર અંધકાર વ્યાપી ગયો અને માણસો વેદનાના માર્યા જીભો કરડવા લાગ્યા તથા પીડા અને ગૂમડાને લીધે સ્વર્ગમાંના ઈશ્વરને શાપ આપ્યો. તેઓ પોતાના ભૂંડા માર્ગોથી પાછા ફર્યા નહિ.


માણસો ભયાનક ગરમીથી બળવા લાગ્યા. તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વરની મહાનતાની પ્રશંસા કરી નહિ, પણ આ આફતો પર અધિકાર ધરાવનાર ઈશ્વરના નામને શાપ દીધો.


મેં તેને તેનાં પાપથી પાછા ફરવાનો સમય આપ્યો છે. પણ તે પોતાનો વ્યભિચાર ત્યજી દેવા માંગતી નથી.


Lean sinn:

Sanasan


Sanasan