Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 11:18 - પવિત્ર બાઇબલ C.L.

18 યોહાન આવ્યો અને તેણે ઉપવાસ કર્યા, અને દ્રાક્ષાસવ પીધો નહિ; છતાં બધાએ કહ્યું, ’તેનામાં ભૂત છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 કેમ કે યોહાન ખાતોપીતો નથી આવ્યો, ‌છતાં તેઓ કહે છે, ‘તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યોહાન બાપ્તિસ્ત બીજાની જેમ ખાતો પીતો નથી આવ્યો તેથી લોકો કહે છે કે, ‘તેની અંદર ભૂત છે.’

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 11:18
17 Iomraidhean Croise  

યેહૂ પોતાના સાથી અધિકારીઓ પાસે ગયો એટલે તેમણે તેને પૂછયું, “બધું બરાબર તો છે ને? પેલો પાગલ તમને શું કહેતો હતો?” યેહૂએ જવાબ આપ્યો, “તે પાગલ છે અને શું કહેવા માગતો હતો તેની તો તમને ખબર હશે.”


આનંદકિલ્લોલ કરતી ટોળકી સાથે હું મજા માણવા બેઠો નથી, હું તો એકલો જ બેઠો; કારણ, તમે મને તમારા હાથથી જકડી રાખ્યો, અને તેમના પ્રત્યેના તમારા રોષે ભરાયો હતો.


‘પ્રભુએ યહોયાદા યજ્ઞકારને સ્થાને તને પ્રભુના મંદિરમાં મુખ્ય અધિકારી તરીકે નીમ્યો છે. તારી જવાબદારી છે કે જો કોઈ ઘેલો માણસ પોતાને સંદેશવાહક કહેવડાવે તો તેને ગળામાં સાંકળ પહેરાવી તેને લાકડાની હેડમાં પૂરવો.’


શિક્ષાનો સમય આવ્યો છે. બદલો લેવાના દિવસો આવી લાગ્યા છે. એ બધું બનશે ત્યારે ઇઝરાયલને ખબર પડશે. તમે કહો છો, “આ સંદેશવાહક મૂર્ખ છે, અને આ ઈશ્વર પ્રેરિત માણસ પાગલ છે.” પાપને લીધે તમે મારો આટલો તિરસ્કાર કરો છો.


તેથી શિષ્ય ગુરુ જેવો અને નોકર શેઠ જેવો બને તો એ ય પૂરતું છે. જો કુટુંબનો વડો બાલઝબૂલ કહેવાયો છે, તો પછી કુટુંબના સભ્યોને તો તેથી પણ વધુ ખરાબ નામથી બોલાવવામાં આવશે.


’અમે તમારે માટે લગ્નનું સંગીત વગાડયું, પણ તમે નાચ કર્યો નહિ! અમે મૃત્યુગીત ગાયાં, પણ તમે રુદન કર્યું નહિ!’


યોહાનનો પોશાક ઊંટના વાળનો બનાવેલો હતો. તે પોતાની કમરે ચામડાનો પટ્ટો બાંધતો હતો. તીડો તથા જંગલી મધ તેનો ખોરાક હતો.


પણ ફરોશીઓએ કહ્યું, એ તો ભૂતોનો સરદાર તેમને ભૂત કાઢવાની શક્તિ આપે છે.


યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના શિક્ષકો કહેતા હતા, “તેનામાં બાલઝબૂલ છે,” અને “દુષ્ટાત્માઓના સરદારની મદદ દ્વારા જ તે દુષ્ટાત્માઓ કાઢે છે.”


ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે.


તેમનામાંના ઘણા કહેવા લાગ્યા, “તેને ભૂત વળગ્યું છે! તે પાગલ થઈ ગયો છે! તમે તેનું કેમ સાંભળો છો?”


લોકોએ કહ્યું, “તારામાં અશુદ્ધ આત્મા છે! કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?”


યહૂદીઓએ તેમને સંભળાવ્યું, “તું સમરૂની છે અને તને ભૂત વળગ્યું છે એમ અમે કહીએ છીએ તે શું સાચું નથી?”


યહૂદીઓએ તેમને કહ્યું, “હવે અમે ખરેખર સમજી ગયા છીએ કે તને ભૂત વળગ્યું છે. અબ્રાહામ મરણ પામ્યો, ઈશ્વરના સંદેશવાહકો મરણ પામ્યા અને છતાં પણ તું કહે છે, ‘જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ?’


પાઉલ આ રીતે પોતાનો બચાવ કરી રહ્યો હતો તેવામાં ફેસ્તસે તેને પોકારીને કહ્યું, “પાઉલ, તું પાગલ છે! તારા ઘણા જ્ઞાનને લીધે તારું મગજ ચસકી ગયું છે!”


હું મારી જાતને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું, રખેને બીજાઓને શુભસંદેશ પ્રગટ કર્યા છતાં મને જ નાપસંદ કરવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan