Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 10:41 - પવિત્ર બાઇબલ C.L.

41 જે કોઈ ઈશ્વરના સંદેશવાહકનો સંદેશવાહક તરીકે સત્કાર કરે છે તેને સંદેશવાહકના હિસ્સામાંથી ભાગ મળશે. જે કોઈ ઈશ્વરભક્તનો ઈશ્વરભક્ત તરીકે સત્કાર કરે છે તેને ઈશ્વરભક્તના હિસ્સામાંથી ભાગ મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 પ્રબોધકનો પ્રબોધક તરીકે જે આવકાર કરે છે, તે પ્રબોધકનું ફળ પામશે; અને ન્યાયીનો ન્યાયી તરીકે જે આવકાર કરે છે તે ન્યાયીનું ફળ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 જે કોઈ વ્યક્તિ પ્રબોધકનો આવકાર કરે છે, કેમ કે તે પ્રબોધક છે, તે પ્રબોધકનો બદલો પામશે; અને જે કોઈ વ્યક્તિ ન્યાયીનો આવકાર કરે છે, કેમ કે તે ન્યાયી છે, તે ન્યાયીનો બદલો પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 જો કોઈ વ્યક્તિ પ્રબોધકને સ્વીકારે છે કારણ કે તે એક પ્રબોધક છે પછી તે પ્રબોધક જે મેળવે છે તે બદલો તે વ્યક્તિ પ્રાપ્ત કરશે. જે કોઈ વ્યક્તિ સાચા માણસને સ્વીકારે છે, તે એક સારો માણસ છે પછી કે સાચો માણસ પ્રાપ્ત કરે છે તે બદલો તે વ્યક્તિને મળશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 10:41
27 Iomraidhean Croise  

તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”


ન્યાયપૂર્વક વર્તનારાઓને ધન્ય છે, તેમનું કલ્યાણ થશે. તેઓ પોતાનાં કર્મોનું પ્રતિફળ માણશે.


માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે.


ત્યારે તેઓ જવાબ આપશે, ’પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે તરસ્યા કે અજાણી વ્યક્તિ કે નગ્ન કે બીમાર કે જેલમાં જોયા અને તમને મદદ કરી નહિ?’


રાજા તેમને વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ નાનાઓમાં એકને મદદ કરવાનો તમે ઇનકાર કર્યો ત્યારે તે તમે મારે માટે કર્યું નહિ.’


લોકો તમને જુએ એ હેતુથી તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરવા વિષે સાવધ રહો. જો તમે તમારાં ધર્મકાર્યો જાહેરમાં કરો તો આકાશમાંના તમારા ઈશ્વરપિતા તમને કંઈ બદલો આપશે નહિ.


જેથી તમે ઉપવાસ પર છો તેની ખબર બીજાઓને નહિ, પણ તમારા અદૃશ્ય ઈશ્વરપિતાને પડે. તમે જે ઉપવાસ કરો છો તે ગુપ્તમાં જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે.


પણ તે ગુપ્ત બાબત રહે. તમે જે દાન કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે.


પણ જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ, તેનું બારણું બંધ કરો અને તમારા અદૃશ્ય ઈશ્વરપિતાને પ્રાર્થના કરો. તમે એકાંતમાં જે પ્રાર્થના કરો છો તે ગુપ્તમાં પણ જોનાર તમારા ઈશ્વરપિતા તેનો બદલો તમને આપશે.


કારણ, જે કોઈ માગે છે તેને મળે છે, શોધે છે તેને જડે છે અને ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.


પછી તેણે અમને આમંત્રણ આપ્યું, “જો તમને લાગ્યું હોય કે હું પ્રભુમાં સાચો વિશ્વાસ કરું છું, તો મારે ઘેર આવીને રહો.” તેણે અમને પોતાને ત્યાં લઈ જવા આગ્રહ કર્યો.


અમારા યજમાન ગાયસ કે જેમના ઘરમાં સંગતને માટે મંડળી એકઠી થાય છે, તેઓ તમને શુભેચ્છા પાઠવે છે. શહેરના ખજાનચી એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તુસ તમને શુભેચ્છા પાઠવે છે.


જો હું મારું કાર્ય સ્વેચ્છાએ કરતો હોઉં, તો હું વેતનની આશા રાખું. પણ હું તો આ કાર્ય એક ફરજ સમજીને કરું છું. કારણ, મને આ કાર્ય ઈશ્વરે સોંપ્યું છે.


તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


તમે સાવધ રહો, જેથી જેને માટે તમે મહેનત કરી છે તે તમે ગુમાવી ન બેસો; પણ તેનો તમને પૂરેપૂરો બદલો મળે.


Lean sinn:

Sanasan


Sanasan