Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 10:26 - પવિત્ર બાઇબલ C.L.

26 માણસોથી ડરો નહિ. જે ઢંકાયેલું છે તે પ્રગટ કરવામાં આવશે અને દરેક ગુપ્ત વાત જાહેર કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તે માટે તેઓથી તમે બીહો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, ને પ્રગટ નહિ થશે એવું કંઈ ગુપ્ત નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “આથી લોકોથી ન ડરો કારણ કે જે કંઈક છુપાવેલું છે તે જાહેર કરવામાં આવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 10:26
22 Iomraidhean Croise  

સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે.


કોઈ પીછો કરતું ન હોય તો પણ દુષ્ટ નાસે છે, પરંતુ નેકજનો સિંહ જેવા હિમ્મતવાન હોય છે.


ઈશ્વર આપણાં ભલાં કે ભૂંડાં કાર્યોનો, ભલે પછી તે ગુપ્તમાં કરાયાં હોય, તો પણ તેમનો ન્યાય કરશે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, તું તો કીડા સમાન નાજુક અને નિર્બળ છે. હે યાકોબ, તું નાનો છે, પણ બીશ નહિ; હું પવિત્ર ઈશ્વર તારો છોડાવનાર છું; હું તને મદદ કરીશ.


તેમનાથી બીશ નહીં; કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે છું. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”


પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


જે સંતાડેલું છે તેને બહાર લાવવામાં આવશે, અને જે ઢંક્યેલું છે તેને ખુલ્લું કરવામાં આવશે.


તેના નામમાં યરુશાલેમથી શરૂ કરીને બધી પ્રજાઓને ‘પાપથી પાછા ફરો અને ઈશ્વર તમારાં પાપ માફ કરશે,’ એ સંદેશો તમારે પ્રગટ કરવો જોઈએ.


જે કંઈ છૂપું છે તે પ્રગટ કરવામાં આવશે, અને જે ઢંક્યેલું છે તે શોધી કાઢવામાં આવશે, અને પ્રકાશમાં લાવવામાં આવશે.


પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો.”


પિતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા.


પણ પિતરે અને યોહાને તેમને જવાબ આપ્યો, “ઈશ્વરને આધીન થવા કરતાં અમે તમને આધીન થઈએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય કે કેમ તેનો નિર્ણય તમે જાતે જ કરો.


આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.


અલબત્ત, સારું કરવાને લીધે તમારે દુ:ખ સહન કરવું પડે તો તમને ધન્ય છે. માણસોની બીક રાખશો નહિ કે ચિંતા કરશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan