Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 10:19 - પવિત્ર બાઇબલ C.L.

19 જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે તે જ સમયે તમને આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પણ જ્યારે તેઓ તમને પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કે અમે શી રીતે અથવા શું બોલીએ, કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 10:19
20 Iomraidhean Croise  

તો જા, હું તને બોલવામાં મદદ કરીશ અને તારે શું કહેવું તે તને શીખવીશ.”


તું તેની સાથે વાત કરીને તેણે શું કહેવું તે તેને શીખવજે. હું તને અને આરોનને બોલવામાં મદદ કરીશ, અને તમારે શું કરવું તે હું તમને શીખવીશ.


પણ પ્રભુએ મને કહ્યું, “હું હજી કિશોર જ છું, એમ ન કહે; પણ જે જે લોકો વચ્ચે હું તને મોકલું ત્યાં તારે જવાનું છે અને હું તને જે જે ફરમાવું તે બધું તારે તેમને કહેવાનું છે.


પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કરતા મને કહ્યું, “જો મારો સંદેશ મેં તારા મુખમાં મૂક્યો છે.


મારે લીધે તમને શાસકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિનયહૂદીઓને શુભસંદેશ જણાવવાને કારણે એવું બનશે.


એ માટે હું કહું છું: જીવવા માટે ખાવાપીવાની અને શરીર માટે વસ્ત્રોની ચિંતા ન કરો. શું જીવન ખોરાક કરતાં વધુ કીમતી નથી? અને શરીર વસ્ત્રો કરતાં વધુ મૂલ્યવાન નથી?


તેથી ’મને ખાવાપીવાનું અને પહેરવાનું ક્યાંથી મળશે?’ એમ કહીને ચિંતા કરશો નહિ.


આથી આવતી કાલની ચિંતા ન કરો. આવતી કાલને પોતાની ચિંતા હશે. પ્રત્યેક દિવસની જે મુશ્કેલીઓ છે તેમાં વધારો કરવાની જરૂર નથી.


“જ્યારે તેઓ તમને યહૂદીઓનાં ભજનસ્થાનોમાં અથવા રાજ્યપાલો કે શાસકો આગળ ન્યાયચુકાદા માટે બળજબરીથી લઈ જાય, ત્યારે સ્વબચાવ કરવા કેવી રીતે જવાબ આપશો અથવા શું કહેશો તે અંગે ચિંતા કરશો નહિ;


કારણ, તમારે શું કહેવું તે પવિત્ર આત્મા તમને તે જ ઘડીએ શીખવશે.”


પણ પવિત્ર આત્માએ સ્તેફનને એવું જ્ઞાન આપ્યું કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.


કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો.


પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan