Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 10:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈસુએ પોતાના બાર શિષ્યોને બોલાવ્યા અને તેમને અશુદ્ધ આત્માઓ કાઢવાનો અને બધા પ્રકારનાં દર્દ તથા માંદગીથી પીડાતા માણસોને સાજા કરવાનો અધિકાર આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી તેમણે પોતાના બાર શિષ્યોને પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારની માંદગી તથા હરેક જાતનો રોગ દૂર કરવાનો અધિકાર તેઓને આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઈસુએ તેના બાર શિષ્યોને બોલાવ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓને કાઢવાની તથા દરેક જાતની માંદગી અને બીમારીમાંથી સાજા કરવાની શક્તિ આપી.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 10:1
26 Iomraidhean Croise  

ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું: પુન:ઉત્પતિમાં માનવપુત્ર પોતાના મહિમાવંત રાજ્યાસન પર બિરાજશે, ત્યારે તેમની સાથે તમે મારા બાર શિષ્યો પણ બેસશો અને ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરશો.


સાંજ પડી ત્યારે ઈસુ તેમના બાર શિષ્યો સાથે જમવા બેઠા.


હજુ તો ઈસુ બોલતા હતા એટલામાં બાર શિષ્યોમાંનો એક, એટલે યહૂદા આવી પહોંચ્યો. તેની સાથે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ મોકલેલા લોકોનું મોટું ટોળું હતું. તેમની પાસે તલવારો અને લાઠીઓ હતી.


ઈસુ સમગ્ર ગાલીલ દેશમાં તેમનાં ભજનસ્થાનોમાં ઈશ્વરના રાજનો શુભસંદેશ પ્રગટ કરતા અને દરેક પ્રકારની માંદગી અને બીમારીમાં સપડાયેલાંને સાજા કરતા ફર્યા.


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


ઈસુ બધાં નગરો અને ગામડાંઓની મુલાકાત લેતા ફર્યા. તેમણે તેમનાં ભજનસ્થાનમાં શિક્ષણ આપ્યું, ઈશ્વરના રાજનો શુભસંદેશપ્રગટ કર્યો અને બધા પ્રકારના રોગ અને માંદગીમાં પીડાતા માણસોને સાજા કર્યા.


તેથી તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે તેમની ફસલ લણવાને માટે મજૂરો મોકલી આપે.


જુઓ, તમને મેં સાપ અને વીંછુઓ પર ચાલવાનો તેમ જ શત્રુની બધી સત્તા પર અધિકાર આપ્યો છે, અને તમને કોઈ કંઈ નુક્સાન કરી શકશે નહિ.


કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.


મારા પિતાએ જે દાન આપવાનું વચન આપ્યું છે, તે હું તમારા પર મોકલી આપીશ. પણ તમારા પર ઉપરથી પરાક્રમ ઊતરે ત્યાં સુધી તમે આ શહેરમાં જ રહેજો.”


સૂર્યોદય થયો ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેમનામાંથી બારને પસંદ કર્યા અને તેમને પ્રેષિતો કહ્યા;


તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે, કે જેથી તમે તેને જે સોંપ્યાં છે તેમને તે સાર્વકાલિક જીવન આપે.


યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના આપ્યા સિવાય કોઈ વ્યક્તિ કંઈ પામી શક્તી નથી.


ઈશ્વરપિતા પોતાના પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે બધું તેમના અધિકાર નીચે મૂકાયું છે.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “શું મેં બારને પસંદ કર્યા નથી? છતાં તમારામાંનો એક શેતાન છે.”


પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો.”


પણ દુષ્ટાત્માએ તેમને કહ્યું, “ઈસુને હું ઓળેખું છું અને પાઉલ વિષે હું જાણું છું, પણ તમે કોણ છો?”


એ પછી આકાશમાં એક રહસ્યમય દૃશ્ય દેખાયું. સૂર્યનું પરિધાન કર્યું હોય એવી એક સ્ત્રી હતી. તેના પગ તળે ચંદ્ર હતો અને તેને માથે બાર તારાનો મુગટ હતો.


Lean sinn:

Sanasan


Sanasan