Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 1:6 - પવિત્ર બાઇબલ C.L.

6 અને યિશાઈ દાવિદ રાજાનો પિતા હતો. દાવિદ શલોમોનનો પિતા હતો. શલોમોનની માતા અગાઉ ઉરિયાની પત્ની હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યિશાઈનો દીકરો તે દાઉદ રાજા. અગાઉ ઉરિયાની જે પત્ની હતી તેનાથી થયેલો દાઉદનો દીકરો તે સુલેમાન,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો. (સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી.)

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 1:6
25 Iomraidhean Croise  

તેથી તે કોણ છે એની તપાસ કરવા તેણે સંદેશક મોકલ્યો અને તેને ખબર પડી કે તે તો એલિયામની પુત્રી, ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા હતી.


ઈશ્વરે યિશાઈના પુત્ર દાવિદને ઉચ્ચપદે સ્થાપ્યો એટલે કે યાકોબના ઈશ્વરે તેનો અભિષેક કરીને તેને રાજા બનાવ્યો. તેણે ઇઝરાયલને માટે ભક્તિ ગીતો રચ્યાં. એ જ દાવિદના આ અંતિમ શબ્દો છે:


એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી.


યરુશાલેમમાં થયેલાં તેનાં સંતાન આ પ્રમાણે છે: શામ્મૂઆ, શોબાબ, નાથાન, શલોમોન,


તેમણે મને ઘણા પુત્રો આપ્યા છે, અને તેમણે એ બધામાંથી શલોમોનને પ્રભુના રાજ્ય ઇઝરાયલ પર રાજય કરવા પસંદ કર્યો છે.


અને ત્યાં યરુશાલેમમાં તેને નીચેના પુત્રો જન્મ્યા: તેની પત્ની, એટલે આમ્મીએલની પુત્રી બાથશેબાથી ચાર પુત્રો જન્મ્યા: શિમા, સોબાબ, નાથાન, શલોમોન.


યિશાઈના પુત્ર દાવિદનાં પ્રાર્થના-ગીતો અહીં સમાપ્ત થાય છે.


પણ યિશાઈના ઠુંઠામાંથી ફણગો ફૂટશે અને તેની જડમાંથી ફૂટેલી ડાળીને ફળ આવશે.


અને શાલ્મોન બોઆઝનો પિતા હતો. બોઆઝની માતાનું નામ રાહાબ હતું. બોઆઝ ઓબેદનો પિતા હતો. ઓબેદની માતાનું નામ રૂથ હતું. ઓબેદ યિશાઈનો પિતા હતો;


માનવી સ્વભાવની દુર્બળતાને કારણે નિયમશાસ્ત્ર જે કરી શકાયું નહિ તે ઈશ્વરે કર્યું. તેમણે પાપ કરવાની ક્ષમતા ધરાવતા આપણા માનવી સ્વભાવ જેવો સ્વભાવ લઈને પોતાના પુત્રને પ્રાયશ્ર્વિત બલિ તરીકે મોકલ્યા અને માનવી સ્વભાવમાં રહેલી પાપવૃત્તિને સજા ફરમાવી.


પ્રભુએ શમુએલને કહ્યું, “તું શાઉલ વિષે ક્યાં સુધી દુ:ખી થઈશ? મેં તેનો ઇઝરાયલના રાજા તરીકે નકાર કર્યો છે. તું એક શિંગડામાં થોડું ઓલિવનું તેલ લઈને જા. હું તને બેથલેહેમમાં યિશાઈ પાસે મોકલીશ. કારણ, તેના એક પુત્રને મેં રાજા થવા પસંદ કર્યો છે.”


દાવિદ યહૂદિયાના બેથલેહેમના એફ્રાથી કુળના યિશાઈનો પુત્ર હતો. યિશાઈને આઠ પુત્રો હતા અને શાઉલના અમલ દરમ્યાન તે વયોવૃધ થઈ ચૂકયો હતો.


શાઉલે તેને પૂછયું, “એ છોકરા તું કોનો પુત્ર છે?” દાવિદે જવાબ આપ્યો, “હું તમારા સેવક બેથલેહેમના યિશાઈનો પુત્ર છું.”


તમે એને લીધે મારી વિરુદ્ધ કાવતરું રચો છો? દાવિદ સાથે મારા પોતાના પુત્રે સમજૂતી કરી છે એ વાત તમારામાંથી કોઈએ મને કરી નહિ. કોઈ મારી ચિંતા કરતું નથી અથવા મારા માણસોમાંનો એક, એટલે દાવિદ હાલ મને મારી નાખવાની તક શોધી રહ્યો છે અને મારા પુત્રે તેને ઉત્તેજન આપ્યું છે એવું કોઈ મને કહેતું નથી!”


Lean sinn:

Sanasan


Sanasan