Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 1:25 - પવિત્ર બાઇબલ C.L.

25 પણ મિર્યામે પુત્રને જન્મ આપ્યો નહિ ત્યાં સુધી તેણે તેની સાથે સમાગમ કર્યો નહિ. યોસેફે તે પુત્રનું નામ ઈસુ પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહિ અને તેણે તેનું નામ ‘ઈસુ’ પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેમનું નામ ઈસુ પાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ. તેણે તેનું નામ ઈસુ પાડ્યું.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 1:25
10 Iomraidhean Croise  

શાઉલની દીકરી મીખાલ જીવનભર નિ:સંતાન રહી.


તે ખૂબસૂરત હતી. તે રાજાની સેવા કરતી અને તેમની સંભાળ લેતી, પણ રાજાએ તેની સાથે સમાગમ કર્યો નહિ.


“તમારા સર્વ પ્રથમ જનિત નરનું મને સમર્પણ કરો. કારણ, પ્રથમ પ્રસવથી જન્મ પામનાર પ્રત્યેક ઇઝરાયલી પુરુષ તથા પ્રત્યેક નર પશુ મારા છે.”


“જ્યારે તમારું અનાજ પાકે અને દ્રાક્ષ તથા ઓલિવ ફળ પિલાય ત્યારે તેમાંથી તમે મને અર્પણ ચડાવો. “તમારા પ્રથમજનિત પુત્રોનું મને સમર્પણ કરો.


તે પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે; કારણ, તે પોતાના લોકોને તેમનાં પાપમાંથી બચાવશે.


યોસેફ જાગી ઊઠયો અને પ્રભુના દૂતના કહેવા પ્રમાણે તેણે મિર્યામ સાથે લગ્ન કર્યું,


કારણ, ઈશ્વર તારા પ્રત્યે દયાળુ છે. તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે.


આઠમે દિવસે છોકરાની સુનન્તનો વિધિ કરવામાં આવ્યો ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. તેનું ગર્ભાધાન થયા અગાઉ દૂતે એ જ નામ આપ્યું હતું.


તેણે તેને કપડામાં લપેટીને ઘાસ નીરવાની ગમાણમાં સુવાડયો. કારણ, તેમને રહેવા માટે બીજા કોઈ સ્થળે જગ્યા ન હતી.


જેમને ઈશ્વરે અગાઉથી પસંદ કર્યા, તેઓ આબેહૂબ તેમના પુત્રના જેવા જ બને, તે માટે તેમને અલગ કર્યા; જેથી ઈશ્વરપુત્ર ઘણા ભાઈઓમાં સૌથી મોટા થાય.


Lean sinn:

Sanasan


Sanasan