Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 1:11 - પવિત્ર બાઇબલ C.L.

11 યોશિયા યખોન્યા અને તેના ભાઈઓનો પિતા હતો; આ સમયે ઇઝરાયલ પ્રજાને ગુલામ તરીકે બેબિલોનમાં લઈ જવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને યોશિયાનો દીકરો યખોન્યા અને તેના ભાઈઓ બાબિલના બંદીવાસ સમયે થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો. (યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો.)

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 1:11
17 Iomraidhean Croise  

યહોઆઝ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં રહીને ત્રણ માસ રાજ કર્યું. લિબ્નાના યર્મિયાની પુત્રી હમૂટાલ તેની માતા હતી.


નબૂખાદનેસ્સાર આખા યરુશાલેમમાંથી સર્વ રાજકુંવરો અને શૂરવીર લડવૈયા સહિત દસ હજાર બંદિવાનોને તથા બધા કારીગરો તથા લુહારોને લઈ ગયો; દેશના સાવ કંગાલ લોકોને જ તેણે પડતા મૂક્યા.


લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી. અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તેમજ ખાલદીઓને શરણે ગયેલા બધા લોકોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો.


વસંતસંપાતને સમયે નબૂખાદનેસ્સાર રાજા યહોયાખીનને કેદ કરી બેબિલોન લઈ ગયો અને પ્રભુના મંદિરનો કીમતી ખજાનો પણ ઉપાડી ગયો. પછી નબૂખાદનેસ્સારે યહોયાખીનના ક્ક્ સિદકિયાને યહૂદિયા અને યરુશાલેમનો રાજા બનાવ્યો.


પછી યુદ્ધમાં બચી ગયેલા સૌને તે બેબિલોન લઈ ગયો, જ્યાં ઈરાની રાજ્યના ઉદય સુધી તેમણે તેની અને તેના વંશજોની તેમના ગુલામ તરીકે સેવા કરી.


આમોઝના પુત્ર યશાયાને ઈશ્વરે બેબિલોન વિષે પ્રગટ કરેલો સંદેશો:


પછી અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તથા તેમને શરણે આવેલા લોકોને કેદી તરીકે બેબિલોન લઈ ગયો.


પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં.


બેબિલોનની ગુલામીમાં પ્રજાને લઈ જવામાં આવી તે પછી યખોન્યાનો પુત્ર શઆલ્તીએલ જન્મ્યો. શઆલ્તીએલ ઝરૂબ્બાબેલનો પિતા હતો.


આમ, અબ્રાહામથી દાવિદ સુધી ચૌદ પેઢી થાય છે, અને દાવિદના સમયથી ઇઝરાયલી પ્રજાને બેબિલોનની ગુલામીમાં લઈ જવામાં આવી ત્યાં સુધી ચૌદ પેઢી થાય છે, અને ત્યાંથી ખ્રિસ્તના જન્મ સુધી ચૌદ પેઢી થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan