Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 3:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ત્યારે તો, જેમ ભૂતકાળમાં હતું તેમ, યહૂદિયા અને યરુશાલેમના લોકો જે અર્પણો લાવશે તે પ્રભુને પ્રસન્‍ન કરનારાં હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે જેમ પ્રાચીન કાળમાં તથા અસલનાં વર્ષોમાં યહૂદિયા તથા યરુશાલેમનાં અર્પણ [પસંદ પડતાં હતાં] , તેમ તેઓ યહોવાને પસંદ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યારે પ્રાચીન કાળનાં વર્ષો તથા જૂના દિવસોની જેમ યહૂદિયા તથા યરુશાલેમનાં અર્પણો યહોવાહને પસંદ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ફરી એક વાર યહોવા યહૂદા અને યરૂશાલેમના લોકો દ્વારા ચઢાવેલાં અર્પણો ઘણા સમય પહેલાની જેમ આનંદથી સ્વીકારશે.”

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 3:4
22 Iomraidhean Croise  

પ્રભુની કરારપેટી ઉપાડવામાં ઈશ્વર લેવીઓની મદદ કરે તે માટે તેમણે સાત આખલા અને સાત ઘેટાંનું બલિદાન આપ્યું.


ત્યાં તેણે પ્રભુને નામે વેદી બાંધી અને દહનબલિ તથા સંગતબલિ ચઢાવ્યા. તેણે પ્રાર્થના કરી એટલે પ્રભુએ વેદી પરનાં અર્પણો પર અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો.


પ્રભુના મંડપની સામે તામ્રવેદી પર બલિદાન કરીને શલોમોને પ્રભુની આરાધના કરી; તેણે તેના પર એક હજાર પશુઓનો દહનબલિ કર્યો.


હે ઈશ્વર, મારું બલિદાન તો મારો ભંગિત આત્મા છે; તમે આ ભંગિત અને વાસ્તવિક દયને ધુત્કારશો નહિ.


ત્યારે તો દહનબલિ અને સંપૂર્ણ દહનબલિ જેવાં યોગ્ય બલિદાનોથી તમે પ્રસન્‍ન થશો, અને તમારી વેદી પર આખલાઓના બલિ ચડાવાશે.


“હું તમને મારા પવિત્ર પર્વત સિયોનમાં લાવીશ. મારા પ્રાર્થનાના ઘરમાં તમને આનંદ પમાડીશ અને મારી વેદી પર તમારાં બલિદાનોનો સ્વીકાર કરીશ.કારણ, મારું મંદિર સર્વ પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.”


મારા પવિત્ર શહેર યરુશાલેમમાં હું પાછો ફરીશ અને ત્યાં જ વસીશ. તે તો વિશ્વાસુ નગર તરીકે ગણાશે અને સર્વસમર્થ પ્રભુનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


Lean sinn:

Sanasan


Sanasan