Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 3:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પછી પ્રભુનું ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી, અને પ્રભુએ લક્ષ દઈને તેમનું સાંભળ્યું. પ્રભુનું ભય રાખનારા અને તેમનો આદર કરનારા લોકોની નોંધ એક પુસ્તકમાં પ્રભુની હાજરીમાં જ કરી લેવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી; અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું, અને યહોવાનું ભય રાખનારાઓને માટે તથા તેમના નામનું ચિંતન કરનારાઓને માટે યાદીનું પુસ્તક પ્રભુની હજૂરમાં લખવામાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ત્યારે યહોવાહનો ભય રાખનારાઓએ એકબીજાની સાથે વાત કરી; યહોવાહે તે ધ્યાનથી સાંભળ્યું અને ભય રાખનારાઓને સારુ તથા તેમના નામનું આદર રાખનારાઓને સારુ યાદીનું પુસ્તક તેમની હજૂરમાં લખવામાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારબાદ યહોવાથી ડરીને ચાલનારાઓ અંદરો અંદર વાતો કરવા લાગ્યા અને યહોવાએ સાંભળ્યું. તેની હાજરીમાં જ, તેનાથી ડરીને ચાલનારા અને તેનું ધ્યાન ધરનારાઓની નોંધ એક ચોપડામાં કરવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 3:16
64 Iomraidhean Croise  

તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.”


રાજા દાવિદ પોતાના મહેલમાં ઠરીઠામ થયો અને પ્રભુએ તેને તેની આસપાસના સર્વ શત્રુઓથી સલામત રાખ્યો.


હું અહીંથી જઉં અને પ્રભુનો આત્મા તમને કોઈ અજાણે સ્થળે ઉપાડી જાય તો શું? પછી હું જઈને આહાબને કહું કે તમે અહીં છો અને પછી તમે તેને મળો નહિ તો તે મને મારી નાખશે. હું નાનો હતો ત્યારથી હું પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત રહ્યો છું એ યાદ રાખશો.


તેથી આહાબે રાજમહેલના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. (ઓબાદ્યા પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત હતો,


વળી, શલોમોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની આરાધના કરવા માટે મારા પિતા દાવિદે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું,


હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો.


તપાસ કરવામાં આવતાં ખબર પડી કે મળેલી માહિતી સાચી હતી. આથી બન્‍ને સંરક્ષકોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. આ વિષેની નોંધ રાજાની સમક્ષ રાજ્યના ઇતિહાસમાં લેવામાં આવી.


તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ. તેણે રાજઇતિહાસનું અધિકૃત પુસ્તક મંગાવ્યું. રાજા આગળ તેમાંથી વાંચન કરવામાં આવ્યું.


ઈશ્વરે માણસોને કહ્યું, ‘પ્રભુનો આદરપૂર્વક ભય રાખવો એ જ સાચું જ્ઞાન છે, દુષ્ટતાથી વિમુખ થવું તે જ સાચી સમજ છે.”


અહંકારને લીધે દુષ્ટ માણસ ઈશ્વરથી વિમુખ રહે છે; તેના વિચારોમાંય ઈશ્વરનું સ્થાન નથી.


હું જિંદગીભર પ્રભુનાં ગુણગાન ગાઈશ. હું હયાતીમાં છું ત્યા સુધી મારા ઈશ્વરની સ્તુતિ કર્યા કરીશ.


પ્રભુનો આદરયુક્ત ડર રાખવો એ જ જ્ઞાનનો આરંભ છે; તે પ્રમાણે વર્તનારને ઉત્તમ સમજ પ્રાપ્ત થાય છે. ઈશ્વરની સ્તુતિ સર્વકાળ ટકશે.


પ્રભુ તેમના ભક્તોને, નાનામોટા સર્વને આશિષ આપશે.


તમારા આદેશોનું પાલન કરનાર તમારા સર્વ ભક્તોનો હું સાથી છું.


મારી જીભે હજુ તો હું શબ્દ ઉચ્ચારું તે પહેલાં હે પ્રભુ, તમે તે વિષે સંપૂર્ણપણે જાણો છો.


પરંતુ તે તો તેમના ભક્તો, એટલે તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓથી જ પ્રસન્‍ન થાય છે.


એક સમયે હું જેમને સમર્થ માનતો એવા અન્ય દેવોની ઉપાસનામાં હરખાતો હતો;


કોઈ રથોનો અને કોઈ ઘોડાઓનો અહંકાર રાખે છે, પરંતુ આપણે તો આપણા ઈશ્વર યાહવેના નામનું સહાય માટે સ્મરણ કરીશું.


યાદ રાખો, પ્રભુની અમીદષ્ટિ તેમના ભક્તો પર અને તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓ પર છે.


નેકીવાનો પર પ્રભુની મીટ મંડાયેલી છે, અને તેમના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે;


તમે મારી રખડામણો ગણો છો, મારાં આંસુને તમારી મશકમાં સંઘરો છો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?


પછી જે દિવસે હું તમને પોકારીશ, ત્યારે મારા શત્રુઓ પીછેહઠ કરશે; હું જાણું છું કે ઈશ્વર મારી પડખે છે.


હે ઈશ્વરના ભક્તો, આવો, અને સાંભળો. તેમણે મારે માટે કરેલાં બધાં કાર્ય હું કહી બતાવીશ.


જ્યારે મારું અંતર ચિંતાગ્રસ્ત થઈ જાય છે, ત્યારે તમારું સાંત્વન મારા ચિત્તને પ્રસન્‍ન કરે છે.


કૃપા કરી તેમના પાપની ક્ષમા કરો; પરંતુ તમે તેમનું પાપ માફ ન કરો તો તમારા લોકોની નામાવલિના તમારા પુસ્તકમાંથી મારું નામ કાઢી નાખો.”


જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે.


હે પ્રભુ, દઢ મનથી તમારા પર વિશ્વાસ રાખનારને તમે સંપૂર્ણ શાંતિમાં રાખશો.


અમે તમારા નિયમો પ્રમાણે વર્તીને તમારી પ્રતીક્ષા કરીએ છીએ. તમારું નામ અને તમારું સંસ્મરણ એ જ અમારા જીવનની ઝંખના છે.


સિયોનમાં બચી ગયેલા અને યરુશાલેમના જીવતા રહેવા નિર્માયેલા સૌ કોઈ પવિત્ર કહેવાશે.


તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે.


“જુઓ, મેં તો તેમને જે સજા કરવાની છે તે લખી નાખી છે. હવે હું જંપીને બેસીશ નહિ, પણ તેમના અને તેમના પૂર્વજોના બધા અપરાધોનો ભર્યોપૂર્યો બદલો તેમના ખોળામાં જ વાળી આપીશ. કારણ, તેમણે પારકા દેવનાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો છે અને ડુંગરો પર મારી નિંદા કરી છે. તેમનાં એ અગાઉનાં બધાં ગામોનો પૂરો બદલો હું તેમના ખોળામાં જ માપી આપીશ.”


મેં એફ્રાઈમના લોકોના પશ્ર્વાતાપનો વિલાપ સાચે જ સાંભળ્યો છે; તે કહે છે, ‘હે ઈશ્વર, અમે વણપલોટાયેલા વાછરડા જેવા હતા; તેથી અમને શિસ્તમાં લાવવા તમે અમને સજા કરી. અમને તમારા તરફ પાછા ફેરવો, એટલે અમે પાછા ફરીશું; કારણ, તમે અમારા ઈશ્વર પ્રભુ છો.


જો કે હું તમને ધ્યનથી સાંભળું છું, પણ તમે પસ્તાવાનો એક શબ્દ પણ ઉચ્ચારતા નથી; ‘અરે, મેં આ શું કર્યું;’ એવું કહીને એક પણ વ્યક્તિ પોતાની દુષ્ટતા માટે ખેદ કરતી નથી. ઘોડો યુદ્ધમાં ધસી જાય તેમ દરેક જન પતન તરફ ધસે છે.


તેને કહ્યું, “આખા યરુશાલેમમાં ફરી વળ અને તેમાં થતાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે જે માણસો નિસાસા નાખતા હોય અને ઝૂરતા હોય તે સર્વના કપાળ પર ચિહ્ન કર.”


અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા દૂતે કહ્યું, “તે સમયે તારા લોકનું રક્ષણ કરનાર મહાન દૂત મિખાયેલ પ્રગટ થશે. તે વખતે, રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી કદી આવ્યો ન હોય એવો મોટા સંકટનો સમય આવશે. એ સમય આવે ત્યારે તારી પ્રજાના જે લોકનાં નામ ઈશ્વરના પુસ્તકમાં નોંધાયેલાં છે તેમનો બચાવ થશે.


તેમાંથી અગ્નિની જવાળાઓ નીકળતી હતી. હજારો લોકો તેમની સેવામાં હતા અને લાખો લોકો તેમની સમક્ષ ઊભેલા હતા. ન્યાયસભા શરૂ થઈ અને પુસ્તકો ખોલવામાં આવ્યાં.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


પણ તમે જેઓ મને આધીન થાઓ છો તેમના પર તો તમને બચાવનારું મારું સામર્થ્ય સૂર્યની જેમ ઊગશે, અને સૂર્યનાં કિરણોની જેમ આરોગ્ય આપશે. કોઢમાંથી છોડેલા કૂદતા વાછરડાની જેમ તમે મુક્ત અને આનંદી થશો.


તે પણ ત્યાં એ જ સમયે આવી પહોંચી. તેણે ઈશ્વરનો આભાર માન્યો અને યરુશાલેમના ઉદ્ધારની રાહ જોનાર સૌને છોકરા અંગે જાણ કરી.


તેઓ યરુશાલેમમાં પ્રવેશ્યા અને જ્યાં પિતર, યોહાન, યાકોબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બારથોલમી, માથ્થી, અલ્ફીનો પુત્ર યાકોબ, સિમોન ધર્માવેશી અને યાકોબનો પુત્ર યહૂદા રહેતા હતા તે ઓરડા ઉપર ગયા.


તે ધાર્મિક માણસ હતો. તે અને તેનું આખું કુટુંબ ઈશ્વરની ભક્તિ કરતાં હતાં. તે ગરીબ યહૂદી લોકોને ઘણી મદદ કરતો, અને હમેશાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.


પચાસમાના પર્વના દિવસે બધા વિશ્વાસીઓ એકત્ર થયા હતા.


અને એમ આખા યહૂદિયા, ગાલીલ અને સમરૂનના પ્રદેશોમાંની મંડળીઓને શાંતિનો સમય મળ્યો. મંડળીના લોકો જેમ પ્રભુનો ડર રાખતા ગયા તેમ તેઓ પવિત્ર આત્માની સહાયથી સંગઠિત થતા ગયા અને સંખ્યામાં વૃદ્ધિ પામતા ગયા.


એકબીજાની સાથે ગીતો, સ્તોત્રો અને પવિત્ર ભજનોથી વાત કરો. તમારા પૂરા દિલથી ગીતો ને ભજનો ગાઈને પ્રભુની સ્તુતિ કરો.


આ કારણથી જેમ તમે હાલ કરો છો તેમ, એકબીજાને પ્રોત્સાહન આપો અને એકબીજાને ઉત્કર્ષમાં મદદ કરો.


ભાઈઓ, અમારી તમને આવી વિનંતી છે: આળસુને ઠપકો આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો, સઘળાંની સાથે ધીરજપૂર્વક ક્મ કરો.


આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ દર્શાવીએ તથા સારાં કાર્યો કરીએ.


કદાચ કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ થાય માટે સાવધ રહો. કડવો છોડ ઊગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પહોંચાડે છે. તમારામાંનો કોઈ તેના જેવો ન થાય માટે સાવધ રહો.


તેને બદલે, તમારામાંનો કોઈ પાપથી છેતરાય નહિ કે હઠીલો બને નહિ માટે પવિત્ર શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે આપણે ‘આજનો દિવસ’ છે, ત્યાં સુધી દરરોજ તમારે એકબીજાને પ્રોત્સાહન આપવું જોઈએ.


તમારો ડર કોને ન લાગે? તમારી મહાનતાની સ્તુતિ કોણ નહિ ગાશે? તમે એકલા જ પવિત્ર છો. સઘળી પ્રજાઓ આવીને તમારી આરાધના કરશે, કારણ, તમારાં ન્યાયી કૃત્યો બધાએ નિહાળ્યાં છે.”


પછી મેં મરણ પામેલાં નાનાંમોટાં સૌને રાજ્યાસન સામે ઊભેલાં જોયાં. પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં અને બીજું એક જીવંત લોકોની યાદીનું પુસ્તક પણ ઉઘાડવામાં આવ્યું. પુસ્તકોમાં લખ્યા મુજબ દરેકનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan