Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 3:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તમે કહ્યું છે, ‘ઈશ્વરની સેવાભક્તિ કરવાનું નિરર્થક છે. તેમનું કહ્યું કરવામાં અથવા આપણાં કૃત્યો માટે આપણે દિલગીર છીએ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તમે કહ્યું છે, ‘ઈશ્વરની સેવા કરવી એ નકામું છે; અમે તેમના વિધિઓ પાળ્યા છે, ને અમે સૈન્યોના [ઈશ્વર] યહોવાની આગળ શોકવસ્ત્ર ધારણ કરીને ચાલ્યા છીએ તેથી શો લાભ થયો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તમે કહ્યું છે કે, ‘ઈશ્વરની સેવા કરવી વ્યર્થ છે. અમે તેમના વિધિઓ પાળ્યા તથા સૈન્યોના યહોવાહની આગળ શોકપૂર્વક ચાલ્યા તેથી અમને શો લાભ થયો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 સાંભળો, તમે એમ કહ્યું છે કે, “દેવની સેવા કરવી વૃથા છે, તેની આજ્ઞાનું પાલન કરવાથી અને સૈન્યોનો દેવ યહોવા સમક્ષ આપણા પાપો માટે પસ્તાવો કરવાથી શો લાભ?

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 3:14
16 Iomraidhean Croise  

તેઓ ઈશ્વરને કહેતા, ‘અમારાથી દૂર રહો’ સર્વસમર્થ અમને શું કરી લેવાના છે?’


તે કહે છે, ‘ઈશ્વરમાં મગ્ન થવાથી માણસને કોઈ પ્રકારનો લાભ થતો નથી.’


પ્રભુ કહે છે, “હે યાકોબ, તેં મારી ઉપાસના કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી જાણે ત્રાસી ગયો છે.


તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


પણ લોકોએ જવાબ આપ્યો, “તેમ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમે તો અમારી યોજનાઓ પ્રમાણે વર્તીશું અને અમે દરેક પોતપોતાના જક્કી દયના દુરાગ્રહ પ્રમાણે આચરણ કરીશું.


મેં કહ્યું, ‘ઇઝરાયલ, જૂઠા દેવો પાછળ દોડીને તારા પગ ઘસી ન કાઢ અને તારું ગળુ સુકવી ન નાખ’ પણ તે કહ્યું, ‘એ બની શકે તેમ નથી; મને પારકા દેવો ગમે છે, અને હું તેમની પાછળ જઈશ.” ઇઝરાયલ સજાપાત્ર છે


પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને ધૂપ ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું બંધ કર્યું ત્યારથી અમારે એ બધાની અછત છે, અને અમે યુદ્ધથી અને દુકાળથી નાશ પામ્યા છીએ.”


તેઓ મને તરછોડીને નિર્માલ્ય દેવતાઓ પાછળ ભમ્યા કરે છે. તેઓ નિશાન ચૂકવી દે એવા વાંકા ધનુષ્ય જેવા છે. તેમના આગેવાનો તેમની ઘમંડી વાતોને લીધે ક્રૂર મોતે મરશે અને ઇજિપ્તવાસીઓ તેમની મશ્કરી ઉડાવશે.”


પ્રભુ કહે છે, “હજી પણ તમે ખરા દિલથી તમારા પાપથી પાછા ફરો અને ઉપવાસ, વિલાપ અને રુદન સાથે મારી તરફ ફરો.


“એ સમયે હું દીવો લઈને યરુશાલેમમાં શોધી વળીશ, અને પ્રભુ તો ભલું નહિ કરે, તેમ ભૂંડું યે નહિ એવું મનમાં કહેનારા સંતુષ્ટ અને આત્મવિશ્વાસ ધરાવનાર લોકોને હું શિક્ષા કરીશ.


પ્રભુ કહે છે, “તમે મારા વિષે ભયાનક વાતો કરી છે. પણ તમે પૂછો છો, ‘અમે તમારે વિષે શું બોલ્યા છીએ?’


દુ:ખી થાઓ, વિલાપ કરો ને રુદન કરો. તમારા હાસ્યને રુદનમાં અને આનંદને શોકમાં ફેરવી નાખો.


Lean sinn:

Sanasan


Sanasan