માલાખી 3:1 - પવિત્ર બાઇબલ C.L.1 સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 “જુઓ, હું મારા દૂતને મોકલું છું, ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે પોતાના મંદિરમાં અકસ્માત આવશે; એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ, તે આવે છે, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 “જુઓ, હું મારા સંદેશાવાહકને મોકલું છું, તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે અચાનક પોતાના મંદિરમાં આવશે; અને કરારનો સંદેશાવાહક જેને જોવાને તમે ખુશ છો, જુઓ, તે આવી રહ્યો છે,” એવું સૈન્યોના યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે. Faic an caibideil |