Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ઈશ્વરના સાચા જ્ઞાનનું શિક્ષણ આપવું એ યજ્ઞકારોની ફરજ છે. તેમની પાસે જઈને લોકોએ મારી ઇચ્છા જાણવી જોઈએ; કારણ, તેઓ સર્વસમર્થ પ્રભુના સંદેશવાહકો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 કેમ કે યાજકના હોઠોમાં ડહાપણ હોવું જોઈએ, અને લોકો તેમના મુખમાંથી નિયમ શોધવો જોઈએ, કેમ કે તે સૈન્યોના યહોવાહનો સંદેશાવાહક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 એટલે માણસો તેમની પાસે ઉપદેશની અપેક્ષા રાખે છે. કારણકે તેમના હોંઠ ઉપર હર સમયે જ્ઞાન હોવું જોઇએ અને તેઓ તો સૈન્યોનો દેવ યહોવાના સંદેશાવાહક છે.”

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 2:7
37 Iomraidhean Croise  

આહાઝે દમાસ્ક્સથી મોકલેલી પ્રતિકૃતિ જેવી જ વેદી ઉરિયાએ બનાવી અને આહાઝ આવ્યો તે પહેલાં તેનું કામ પૂરું કર્યું!


ઉરિયાએ રાજાની આજ્ઞા પ્રમાણે કર્યું.


પ્રભુની સેવાભક્તિમાં લેવીઓની કુશળતા જોઈ હિઝકિયાએ તેમની પ્રશંસા કરી. તેમણે સંગતબલિ ચડાવ્યા અને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની આભારસ્તુતિ સહિત પર્વમાં સાતેય દિવસ મિજબાની કરી.


વિશેષમાં રાજાએ યરુશાલેમના લોકોને યજ્ઞકારો અને લેવીઓ માટે ઠરાવેલ અર્પણો લાવવા જણાવ્યું; જેથી તેઓ પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે સેવાની સર્વ કામગીરી માટે સમય આપી શકે.


એઝરાએ પ્રભુના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, તે પ્રમાણે તેને આચરણમાં ઉતારવામાં અને તેના નિયમો અને વિધિઓ ઇઝરાયલી લોકોને શીખવવામાં પોતાનું જીવન પરોવ્યું હતું.


“હે એઝરા, તારી પાસે તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું જે જ્ઞાન છે તે પ્રમાણે પશ્ર્વિમ યુફ્રેટિસ પ્રાંતમાં વસતા તારા ઈશ્વરના નિયમને જાણતા લોકોનો ન્યાય કરવા માટે તારે ન્યાયાધીશો અને શાસ્ત્રીઓની નિમણૂક કરવી. એ નિયમશાસ્ત્ર ન જાણનારા લોકોને પણ તારે તેનું શિક્ષણ આપવું.


તેથી તું વિવેકબુદ્ધિ સાચવી રાખી શકીશ, અને તારા હોઠો વિદ્યા જાળવી રાખશે.


માનતા માનીને પૂરી ન કરવા કરતાં માનતા ન માનવી એ સારું છે.


મારા સેવક સિવાય બીજો કોણ આંધળો છે? મારા સંદેશક સિવાય બીજો કોણ બહેરો છે? પ્રભુને સમર્પિત સેવક જેવો બીજો કોણ આંધળો હોય?


પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’


એ વિષે પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, “જો તું પાછો ફરીશ તો હું તને મારી સેવામાં પુન: સ્થાપીશ અને તું મારી સમક્ષ સેવા કરીશ. જો તું માત્ર મારો મૂલ્યવાન સંદેશ પ્રગટ કરીશ, અને તેમાં નિરર્થક બાબતોની ભેળસેળ કરીશ નહિ, તો તું મારો પ્રવક્તા બનીશ. લોકોને તારી પાસે આવવા દે, પણ તું જાતે તેમની પાસે જઈશ નહિ.


પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”


યજ્ઞકારોએ દોરવણી માટે કદી પૃચ્છા કરી નથી કે પ્રભુ ક્યાં છે; નિયમશાસ્ત્રના શિખવનારાઓએય મને ઓળખ્યો નહિ; અધિકારીઓએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું. સંદેશવાહકોએ બઆલને નામે ઉપદેશ કર્યો અને વ્યર્થ મૂર્તિઓની પૂજા કરી.


તમારા યજ્ઞકારો મારા નિયમોનો ભંગ કરે છે અને મને સમર્પિત થયેલી વસ્તુઓની પવિત્રતા જાળવતા નથી. તેમણે સમર્પિત અને સાધારણ વચ્ચે ભેદ રાખ્યો નથી અને લોકોને શુદ્ધ અને અશુધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ સાબ્બાથના દિવસોની ઉપેક્ષા કરે છે. પરિણામે, હું ઇઝરાયલી લોકોમાં સન્માન પામતો નથી.


વિપત્તિ પર વિપત્તિ આવી પડશે અને અફવા પર અફવા ચાલશે. તેઓ સંદેશવાહક પાસેથી સંદર્શન શોધશે; પરંતુ યજ્ઞકારો પાસેથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો અને વડીલો પાસેથી સલાહશક્તિનો લોપ થશે.


લોકોમાંથી જેઓ જ્ઞાની હશે તે બીજાઓને શીખવશે; છતાં તેમનામાંના કેટલાક યુદ્ધમાં માર્યા જશે, તો કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવશે અને બાકીનાને લૂંટી લઈ કેદી બનાવવામાં આવશે.


મારા લોકોનો નાશ નક્કી થઈ ચૂકયો છે. કારણ, તેઓ મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તમે યજ્ઞકારોએ મારો નકાર કર્યો છે અને મારા શિક્ષણનો ત્યાગ કર્યો છે, તેથી હું પણ તમારો ત્યાગ કરું છું અને તમારા પુત્રોને પણ યજ્ઞકાર તરીકે સ્વીકારીશ નહિ.


મોશેની મારફતે આપવામાં આવેલી બધી આજ્ઞાઓ તમારે ઇઝરાયલી લોકોને શીખવવાની છે.”


સંદેશવાહકો બેજવાબદાર અને કપટી છે. યજ્ઞકારોએ પવિત્ર વસ્તુઓને ભ્રષ્ટ કરી છે અને પોતાના હિતમાં તેઓએ નિયમશાસ્ત્રનો મારી મચરડીને ભંગ કર્યો છે.


પછી હાગ્ગાયે લોકોને પ્રભુનો સંદેશો જણાવ્યો: “મારું વચન છે કે હું તમારી સાથે રહીશ.”


તેમણે યજ્ઞકારો અને સંદેશવાહકોને આ પ્રશ્ર્ન પણ પૂછવાનો હતો. “અમે ઘણાં વર્ષોથી આ પાંચમા માસમાં મંદિરના નાશ નિમિત્તે ઉપવાસ સહિત શોક કરતા આવ્યા છીએ; અમે તે ચાલુ રાખીએ?”


સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.”


તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.”


હું તમને સાચે જ કહું છું: હું જેને મોકલું છું તેનો જે સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”


ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તે જ પ્રમાણે હું તમને મોકલું છું.”


તે પાઉલ અને અમારી પાછળ પાછળ બૂમો પાડતી પાડતી આવતી હતી, “આ માણસો તો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે! તમારો કેવી રીતે ઉદ્ધાર થઈ શકે તે તેઓ તમને જાહેર કરે છે!”


આમ, અમે ખ્રિસ્તના રાજદૂત છીએ, અને ઈશ્વર અમારી મારફતે જાણે કે તમને અપીલ કરતા હોય તેમ અમે તમને વીનવણી કરીએ છીએ કે તમે ઈશ્વરની સાથે સલાહશાંતિમાં આવો.


મારી બીમારીને લીધે તમે કટોકટીમાં મૂક્યા, છતાં તમે મારો તિરસ્કાર કર્યો નહિ કે મને કાઢી મૂક્યો નહિ. એને બદલે, હું જાણે કે ઈશ્વરનો દૂત હોઉં અથવા ખુદ ખ્રિસ્ત ઈસુ હોઉં તેમ તમે મારો આદરસત્કાર કર્યો.


લેવીકુળના યજ્ઞકારોએ પણ ત્યાં જવું; કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તેમને તેમની સેવા કરવા માટે અને પ્રભુને નામે આશીર્વાદ ઉચ્ચારવા પસંદ કર્યા છે, અને હરેક વિવાદ અને હરેક હિંસાનો નીવેડો તેમના કહેવા પ્રમાણે કરવાનો છે.


“રક્તપિત્તના રોગ વિષે સાવધ રહેજો. એ રોગની બાબતમાં લેવીકુળના યજ્ઞકારોને મેં આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેઓ તમને જે શિક્ષણ આપે તેનું ખંતથી પાલન કરજો.


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan