Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેઓ ખોટું નહિ, પણ સાચું શિક્ષણ આપતા હતા. તેઓ મારી સાથે સુસંગત રીતે રહેતા; તેઓ પોતે જ ન્યાયી વર્તન દાખવતા એટલું જ નહિ, પણ બીજાઓને પણ દુરાચરણથી અટકાવતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેના મુખમાં સત્ય નિયમ હતો, ને તેના હોઠોમાં અધર્મ માલૂમ પડતો નહતો. તે મારી સાથે શાંતિ તથા પ્રમાણિકપણાથી ચાલતો હતો, ને તેણે ઘણાઓને દુરાચારમાંથી ફેરવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સાચું શિક્ષણ તેમના મુખમાં હતું, તેમના હોઠમાંથી કદી અન્યાયીપણું માલૂમ પડતું નહતું. તે મારી સાથે શાંતિ અને પ્રામાણિકપણે ચાલતો હતો, અને તે ઘણાંને પાપમાંથી પાછા ફેરવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેમનો ઉપદેશ સાચો હતો. અધર્મનો શબ્દ તેમના મુખમાંથી કદી નીકળ્યો ન હતો; તેઓ શાંતિ અને સત્યને માર્ગે મારી સાથે ચાલતા હતા અને ઘણાને પાપમાંથી પાછા વાળતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 2:6
27 Iomraidhean Croise  

અબ્રામ નવ્વાણુ વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસત્તાધીશ ઈશ્વર છું; મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર.


આ નૂહની વાત છે: તે ઈશ્વરપરાયણ અને પોતાના જમાનામાં એકમાત્ર નિર્દોષ માણસ હતો.


તમારી નેકી સાર્વકાલિક છે; તમારો નિયમ સત્ય છે.


પરંતુ, હે પ્રભુ, તમે નિકટ છો; તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.


નેકજનનું મુખ જ્ઞાન ઉચ્ચારે છે; તેની જીભ સચ્ચાઈની વાતો કરે છે.


નિર્દોષને લક્ષમાં લે, અને પ્રામાણિકને નિહાળ; શાંતિપ્રિય મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હોય છે.


તેથી તું વિવેકબુદ્ધિ સાચવી રાખી શકીશ, અને તારા હોઠો વિદ્યા જાળવી રાખશે.


પણ જો તેઓ મારા રાજદરબારમાં ઉપસ્થિત હોત તો તેમણે મારા લોકને મારો સંદેશ પ્રગટ કર્યો હોત અને લોકોને તેમનાં દુષ્ટ આચરણથી અને દુષ્ટ કાર્યોથી પાછા વાળ્યા હોત.”


જ્ઞાનીઓ અંતરિક્ષમાં પૂરા પ્રકાશથી પ્રકાશશે, તો ઘણા લોકોને ન્યાયનેકીનું શિક્ષણ આપનારા તારાઓની જેમ સદાસર્વદા ઝળહળશે.


મારા લોકોનો નાશ નક્કી થઈ ચૂકયો છે. કારણ, તેઓ મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તમે યજ્ઞકારોએ મારો નકાર કર્યો છે અને મારા શિક્ષણનો ત્યાગ કર્યો છે, તેથી હું પણ તમારો ત્યાગ કરું છું અને તમારા પુત્રોને પણ યજ્ઞકાર તરીકે સ્વીકારીશ નહિ.


ત્યાર પછી તેમણે પોતાના કેટલાક શિષ્યોને તથા હેરોદના પક્ષના કેટલાક સભ્યોને ઈસુની પાસે મોકલ્યા. તેમણે કહ્યું, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ બોલો છો. વળી, તમે માણસના દરજ્જાની પરવા કર્યા વર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.


તેમણે તેમની પાસે આવીને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે લોકો તમારે વિષે શું ધારશે તેની પરવા કર્યા વિના તમે સત્ય જ બોલો છો. તમે માણસના દરજ્જાને ગણકાર્યા વિના તેને માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. તો અમને કહો કે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે નિયમશાસ્ત્ર પ્રમાણે ઉચિત છે કે નહિ? આપણે કરવેરા ભરવા જોઈએ કે નહિ?”


તેઓ બન્‍ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં.


આ જાસૂસોએ ઈસુને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે કહો છો અને શીખવો છો તે સાચું હોય છે. અમે જાણીએ છીએ કે તમે પક્ષપાત રાખ્યા વગર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો.


તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શેતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમનાં પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે.’


માટે તેઓ યાકોબના વંશજોને તમારી આજ્ઞાઓ, અને ઇઝરાયલીઓને તમારો નિયમ શીખવશે. તેઓ તમારી સમક્ષ ધૂપ, અને તમારી વેદી પર દહનબલિ ચડાવશે.


તેણે લેવીના કુળ વિષે કહ્યું: “તમારાં તુમ્મીમ અને ઉરીમ તમારાં પસંદ કરાયેલ લેવી યજ્ઞકારને અપાયેલાં છે; તમે માસ્સામાં તેની પરીક્ષા કરી હતી, તમે મરીબામાં તેની સાથે વિવાદ કર્યો હતો.


લેવીવંશે પોતાનાં માબાપને લક્ષમાં લીધાં નથી, તેમણે પોતાના ભાઈઓને ગણકાર્યા નથી, અને પોતાનાં સંતાનોની ઓળખાણ રાખી નથી. પરંતુ હે પ્રભુ, તેઓ તમારી આજ્ઞાઓને અનુસર્યા છે, અને તમારા કરારનું પાલન કર્યું છે.


તેઓ કદી જૂઠું બોલ્યા નથી અને નિષ્કલંક છે.


એલીના બે પુત્રો દુરાચારી હતા.


Lean sinn:

Sanasan


Sanasan