Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ત્યારે તમે જાણશો કે મેં તમને આ આજ્ઞા આપી છે, એ માટે કે યજ્ઞકારો જે લેવીના વંશજો છે, તેમની સાથેના કરારનો ભંગ થાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે તમે જાણશો કે મેં આ આ તમારી પાસે મોકલી છે કે, મારો કરાર તે લેવી સાથે થાય, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યારે તમે જાણશો કે મેં તમારી પાસે આ આજ્ઞા મોકલી છે, કે મારો કરાર લેવી સાથે થાય,” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યારે તમને ખબર પડશે કે મેં આ ચેતવણી તમને આપી છે, જેથી લેવીવંશી યાજકો સાથેનો મારો કરાર રદ ન થાય.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 2:4
21 Iomraidhean Croise  

મિખાયાએ જવાબ આપ્યો, “તારે ભીતરની ઓરડીમાં સંતાઈ જવું પડે ત્યારે તને તેની ખબર પડશે.”


હે ઈશ્વર, લોકોએ યજ્ઞકારપદને તથા યજ્ઞકારો તથા લેવીઓ સાથેના તમારા કરારને ભ્રષ્ટ કર્યો છે એનું સ્મરણ રાખજો.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


તેથી આ જ રીતે યાકોબના અપરાધનું પ્રાયશ્ર્વિત થશે અને તેમના પાપનિવારણનું આવું પરિણામ આવશે: ઇઝરાયલ બધી વેદીઓ તોડી પાડશે અને તેમના પથ્થરો જાણે ચાકના પથ્થરો હોય તેવો તેમનો બારીક ભૂક્કો કરી નાખશે. અશેરાની મૂર્તિઓ અને ધૂપવેદીઓમાંથી એક કહેતાં એકે ય ઊભી રહેવા દેવાશે નહિ.


પણ કોઈ સંદેશવાહક સુખશાંતિ વિષે આગાહી કરે અને તેની વાત સાચી ઠરે તો જ તે પ્રભુએ મોકલેલો સંદેશવાહક છે એવું પ્રતિપાદિત થાય.”


પણ જ્યારે તારા સંદેશા સાચા પડશે અને એ પ્રમાણે થશે જ ત્યારે તેઓ જાણશે કે તેમની મધ્યે એક સંદેશવાહક છે.”


આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.


સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.”


લેવીવંશના તારા જાતભાઈઓ સાક્ષીના મંડપની સેવામાં સહાય કરવા તારી તથા તારા પુત્રોની સાથે જોડાય.


પ્રભુએ આરોનને કહ્યું, “લેવીઓ મુલાકાતમંડપમાં મારી સેવા કરે છે તેના બદલામાં ઇઝરાયલના સર્વ દશાંશ હું તેમના હિસ્સા તરીકે ઠરાવું છું.


તેથી ફિનહાસને તું આ પ્રમાણે કહે: હું તેની સાથે કાયમના કરારથી સંબંધ સ્થાપું છું અને તે વડે તેને અને તેના વંશજોને યજ્ઞકારપદ સોંપું છું.


પ્રભુએ મોશેને કહ્યું, “હવે લેવીઓ મારા થશે. મેં ઇજિપ્તીઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો ત્યારે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને તથા દરેક પ્રાણીના પ્રથમજનિતને મેં મારા કરી લીધા હતા. પરંતુ હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને બદલે લેવીઓ મારા થશે. તેઓ ઉપર મારો જ અધિકાર છે. હું પ્રભુ છું.”


“ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતોને બદલે મને લેવીઓનું સમર્પણ કર અને ઇઝરાયલીઓના ઢોરઢાંકમાંના પ્રથમજનિતોને બદલે મને લેવીઓનાં ઢોરઢાંકનું સમર્પણ કર અને લેવીઓ મારા થશે. હું પ્રભુ છું.


તેમના હાથમાં સૂપડું છે. તે ઘઉં પોતાના કોઠારમાં એકઠા કરશે, પણ છોતરાંને તો તે સતત સળતા અગ્નિમાં બાળી નાખશે.


‘અમારે પગે ચોંટેલી તમારા નગરની ધૂળ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ; પણ એટલું યાદ રાખજો કે ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોચ્યું છે.’


મારામાંની પ્રત્યેક ડાળી જે ફળ આપતી નથી તેને તે કાપી નાખે છે, અને પ્રત્યેક ડાળી જે ફળ આપે છે તેને વધારે ફળ આવે માટે તેની કાપકૂપ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan