Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 હું તમારાં સંતાનોને શિક્ષા કરીશ અને તમે જે પ્રાણીઓનું બલિદાન કરો છો તેનું જ છાણ હું તમારા ચહેરા પર ચોપડીશ અને તમને ઉકરડા પર લઈ જવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જુઓ, હું તમારે લીધે તમારા હાથને નિર્બળ કરીશ, ને તમારાં મુખો પર છાણ, એટલે તમારા ય [નાં પશુઓ] નું છાણ, ચોપડીશ. અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો, હું તમારા વંશજોને ઠપકો આપીશ, અને તમારા મુખ પર છાણ નાખીશ અને તમારા છાણના અર્પણો સાથે તમને પણ બહાર કાઢી મૂકવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “હું તમારા વંશજોને સજા કરીશ, તમારા મોઢા પર તમારાં યજ્ઞના પશુઓનું છાણ નાખીશ, અને તેઓની સાથે તમને પણ બાળી નાખવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 2:3
16 Iomraidhean Croise  

એને લીધે હે યરોબામ, હું તારા રાજવંશ પર આફત ઉતારીશ અને ઇઝરાયલમાંથી તારા વંશના નાનામોટા સર્વ પુરુષોનો હું સંહાર કરીશ જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું તારા રાજકુળને સફાચટ કરી નાખીશ.


તેમ છતાં પોતાની વિષ્ટાની જેમ તે નષ્ટ થશે. તેના ઓળખીતા પૂછશે, ‘તે ક્યાં ગયો?’


ઈશ્વર વિજયના પોકાર સહિત પોતાના રાજ્યાસન પર ચઢે છે; પ્રભુ રણશિંગડાના અવાજ સાથે સિંહાસન પર બિરાજે છે.


તમે તેમને એન-દોર પાસે હરાવીને માર્યા હતા, અને તેમનાં શબ ભૂમિ પર ખાતરની જેમ પથરાયાં હતાં.


પરંતુ વાછરડાનું માંસ, ચામડું અને તેનાં આંતરડાંને છાવણી બહાર અગ્નિમાં બાળી નાખવાં. એ તો યજ્ઞકારો માટેનો પ્રાયશ્ર્વિત બલિ છે.


સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેના પર તેઓ અહોભાવ રાખતા હતા, જેમની તેઓ પૂજા કરતા હતા, અનુસરતા હતા અને સલાહ પૂછતા હતા, અને જેમને તેઓ નમન કરતા હતા તેમની સમક્ષ તે હાડકાં વેરવામાં આવશે; એ હાડકાં એકઠાં કરીને દફનાવાશે નહિ, પણ ભૂમિના પૃષ્ઠ પર ખાતરરૂપ પડયાં રહેશે.


ખેતરો પાકવિહોણાં છે; ધાન્યનો નાશ થયો હોવાથી ધરતી ઝૂરે છે. દ્રાક્ષો સુકાઈ ગઈ છે અને ઓલિવવૃક્ષો કરમાઈ ગયાં છે.


સૂકી ભૂમિમાં બીજ સુકાઈને મરી જાય છે. સંગ્રહ કરવા માટે કોઈ અનાજ જ નથી, તેથી ખાલી કોઠારો ભંગાર હાલતમાં છે.


તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.


હું તને તુચ્છકારથી જોઈશ અને ગંદકીથી ભરી દઈશ. લોકો તને જોઈને ભયભીત થઈ જશે.


તમે મારી ઇચ્છાને આધીન થતા નથી અને શિક્ષણ આપવામાં તમે મારા લોકો પ્રત્યે સમાન વર્તન દાખવતા ન હોઈ, હું એવું કરીશ કે ઇઝરાયલી લોકો તમારો તિરસ્કાર કરશે.”


નક્મું મીઠું તો જમીન માટે અથવા ઉકરડા માટે પણ ક્મનું નથી; એને ફેંકી દેવામાં આવે છે. તેથી તમારે સાંભળવાને કાન હોય તો સાંભળો!”


અમારું અપમાન કરવામાં આવે છે, ત્યારે અમે માયાળુ શબ્દોથી પ્રત્યુતર આપીએ છીએ. અમે આ દુનિયાના કચરા જેવા થયા છીએ. છેક આ સમય સુધી અમે દુનિયાના ઉતાર જેવા મનાયા છીએ.


“તમે ખેતરમાં પુષ્કળ બી વાવશો, પણ થોડીક ફસલ લણશો. કારણ, તીડો તમારો પાક ખાઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan