માલાખી 2:2 - પવિત્ર બાઇબલ C.L.2 તમારે તમારાં કાર્યથી મારું સન્માન કરવું જોઈએ. તમે મારું કહેવું નહિ માનો તો હું તમારા પર શાપ મોકલીશ. તમને તમારા પોષણ માટે મળતી વસ્તુઓને હું શાપિત કરીશ. વાસ્તવમાં હું તેમને શાપિત કરી ચૂક્યો છું. કારણ, તમે મારી આજ્ઞાને ગંભીરતાપૂર્વક લેખવતા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જો મારા નામને ગૌરવ આપવાનું તમે સાંભળશો નહિ, તથા તમારા અંત:કરણમાં તે ઠસાવશો નહિ, તો હું તમારા પર શાપ મોકલીશ, ને તમારા [આપેલા] આશીર્વાદોને હું શાપરૂપ કરી નાખીશ. હા, હું તેમને શાપરૂપ કરી ચૂકયો છું, કેમ કે તમે તમારા અંત:કરણમાં એ ઠસાવતા નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સૈન્યોના યહોવાહ કહે છે, “જો તમે મને સાંભળો નહિ અને મારા નામને મહિમા આપવાનું તમારા હૃદયમાં નહિ ઠસાવો, તો હું તમારા પર શાપ મોકલીશ, અને તમારા આશીર્વાદોને શાપરૂપ કરી નાખીશ. ખરેખર, મેં તેમને શાપરૂપ કરી દીધા છે, કેમ કે મારી આજ્ઞા તમે તમારા હૃદયમાં સમાવતા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 જો તમે તમારા માર્ગો નહિ બદલો અને મારા નામને મહિમા નહિ આપો તો હું તમને ભયંકર શિક્ષા મોકલીશ. હું તમને આશીર્વાદોને બદલે શાપ આપીશ. મેં તમને શાપ આપી જ દીધો છે, કારણકે મારી વાત તમે ધ્યાન પર લેતા નથી.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. Faic an caibideil |