Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 2:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુએ તમને તમારી પત્ની સાથે એક શરીર અને એક આત્મા કર્યા નહોતા? એમ કરવામાં તેમનો હેતુ શો હતો? એ જ કે તમને જે સંતાન થાય તે ઈશ્વરના ખરેખરા લોક હોય. તેથી તમારામાંનો કોઈ પોતાની પત્ની સાથેનો કરાર તોડે નહિ તેની તકેદારી રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 વળી જેનામાં આત્માનો અંશ હતો, તેણે એ પ્રમાણે કર્યું નથી? તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિષે સાવધાન રહો, ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 શું તેણે પોતાના આત્માનાં અંશ વડે તમને એક બનાવ્યા નથી? અને શા માટે તેમણે તમને એક બનાવ્યા છે? કેમ કે તે ધાર્મિક સંતાનની આશા રાખતા હતા? માટે તમારા આત્મા વિષે સાવધ રહો, કોઈ પણ પોતાની જુવાનીની પત્નીને અવિશ્વાસુ ન રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 શું દેવે તેને અને તમને એક દેહ અને એકાત્મા બનાવ્યાં નહોતાં? અને ધર્મસંતતિ સિવાય બીજા શાની તે અપેક્ષા રાખે છે? તમારા મન પર સંયમ રાખો અને તમારી જુવાનીની પત્નીને બેવફા ન બનો.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 2:15
39 Iomraidhean Croise  

ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવજાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું.


પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો.


અને જે મને એમ કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટ માટે પણ પાણી ભરી લાવીશ’ તે મારા માલિકના પુત્ર માટે તમે પ્રભુએ નક્કી કરેલી પત્ની હોય એવું થવા દો.’


રિબકાએ ઇસ્હાકને કહ્યું, “એસાવની હિત્તી પત્નીઓને લીધે હું જિદંગીથી કંટાળી ગઈ છું. જો યાકોબ પણ એમના જેવી જ આ દેશની કોઈ હિત્તી સ્ત્રીની સાથે લગ્ન કરે તો પછી મારે જીવીને શું કામ છે?”


ત્યારે ઈશ્વરના પુત્રોએ જોયું કે માણસોની પુત્રીઓ સુંદર છે. તેથી તેમણે પોતાને મનપસંદ કન્યાઓ સાથે લગ્ન કર્યાં.


એ પ્રમાણે હું એમને એમ સાંજનાં બલિદાન ચડાવવાના સમય સુધી બેસી રહ્યો. દેશનિકાલમાંથી પાછા આવેલાઓએ કરેલા પાપ વિષે ઇઝરાયલના ઈશ્વરના વચનથી ગભરાયેલા બધા લોકો મારી આસપાસ એકઠા થઈ ગયા.


તેમનાં અર્ધા છોકરાં આશ્દોદી ભાષા બોલતા હતાં. બીજા કેટલાંક છોકરાંને અમારી ભાષા બોલતાં આવડતું નહોતું.


જ્યાં સુધી મારા જીવમાં જીવ છે અને મારી નાસિકામાં ઈશ્વરદત્ત શ્વાસ ફૂંક્તો હશે,


“તમે વ્યભિચાર ન કરો.


એવી સ્ત્રી પોતાના પતિ પ્રત્યે બેવફા થાય છે, અને ઈશ્વરની સમક્ષ કરેલો પવિત્ર કરાર વીસરી જાય છે.


પૂરા ખંતથી મારા મનની ચોકી રાખ, કારણ, તેમાંથી જ જીવન ઉદ્ભવે છે.


તેમની ખૂબસૂરતીથી તું લલચાઈ જઈશ નહિ, અને તેમની આંખોના ઇશારાથી તું ફસાઈ નહિ.


એવી સ્ત્રીને મળવાનો વિચાર સરખો કરીશ નહિ, અને તેના ઘરના માર્ગ તરફ ફરક્તો પણ નહિ.


ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.


મેં તને ઉત્તમ દ્રાક્ષાવેલાની શુદ્ધ કલમની જેમ રોપી હતી, પણ હવે તો તું સડીને દુર્ગંધ મારતા વેલા જેવી બની ગઈ છે.


ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.”


“જો કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે બન્‍નેને મારી નાખવાં.


તમે પૂછો છો કે શા માટે તે હવે અર્પણો સ્વીકારતા નથી? કારણ, તમારી યુવાવસ્થામાં તમે જે સ્ત્રીને પરણ્યા તેને તમે આપેલા વચનનો ભંગ કર્યો છે. તે તમારી સાથીદાર હતી અને તેના પ્રત્યેનું તમારું વચન તમે તોડયું છે; જો કે ઈશ્વરની સમક્ષ તો તમે તેને વફાદાર રહેવાનું વચન આપ્યું હતું.


કારણ, હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે.


એમ કહીને તેમણે શિષ્યો પર શ્વાસ ફૂંક્યો અને કહ્યું, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાઓ.


ઈશ્વરે પોતાના સંદેશવાહકો દ્વારા આપેલાં વચનો તમારે માટે છે અને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરેલા કરારના તમે ભાગીદાર છો. એટલે તેમણે અબ્રાહામને કહ્યું હતું તેમ, ‘તારા વંશજ દ્વારા હું પૃથ્વી પરના સર્વ લોકોને આશિષ આપીશ.’


કારણ, અવિશ્વાસી પતિ ખ્રિસ્તી પત્ની સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. તેવી જ રીતે અવિશ્વાસી પત્ની ખ્રિસ્તી પતિ સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. જો એમ ન હોત, તો તેમનાં બાળકો અશુદ્ધ ગણાય, પરંતુ હકીક્તમાં તો ઈશ્વર તેમને સ્વીકારે છે.


પણ વ્યભિચારનું જોખમ હોવાથી દરેક પુરુષને પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીને તેનો પતિ હોવો જોઈએ


હું તમારો પિતા બનીશ, અને તમે મારાં પુત્રપુત્રીઓ બનશો, એવું સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”


પિતાઓ, તમારાં બાળકો ખીજવાઈ જાય એવી રીતે ન વર્તો, એના કરતાં તેમને પ્રભુનાં શિસ્ત અને શિક્ષણમાં ઉછેરો.


કારણ, તેઓ તમારા પુત્રોને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, અને તેઓ અન્ય દેવદેવીઓની ભક્તિ કરવા લાગશે. એમ થશે તો પ્રભુ તમારા પર ક્રોધાયમાન થશે અને તમારો સત્વરે વિનાશ કરશે.


આગેવાન નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો ઈસુ પર વિશ્વાસ રાખનારાં હોવાં જોઈએ અને ચારિયહીન કે અનાજ્ઞાંક્તિ હોવાં ન જોઈએ.


વળી, આ યુવાન સ્ત્રી દ્વારા પ્રભુ તને જે સંતાન આપે તેમનાથી તારો વંશ યહૂદા અને તામારના પુત્ર પેરેસના વંશ જેવો થાઓ.”


તે વખતે એલી એલ્કાના અને તેની પત્નીને આશિષ આપતો અને એલ્કાનાને કહેતો, “તમે પ્રભુને આ બાળક સમર્પિત કર્યો છે તેના બદલામાં પ્રભુ તને આ સ્ત્રીથી બીજાં બાળકો આપો.” તે પછી તેઓ પાછાં ઘેર જતાં.


Lean sinn:

Sanasan


Sanasan