Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 2:11 - પવિત્ર બાઇબલ C.L.

11 યહૂદિયાના લોકોએ ઈશ્વરને તેમણે આપેલા વચનનાં ભંગ કરીને યરુશાલેમ તથા સમગ્ર દેશમાં ભયંકર ક્મ કર્યું છે. પ્રભુના પ્રિય મંદિરને તેમણે ભ્રષ્ટ કર્યું છે. વિધર્મી દેવોની પૂજા કરનાર સ્ત્રીઓ સાથે પુરુષોએ લગ્ન કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઈઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાને વહાલા પવિત્રસ્થાનને યહૂદાએ ભ્રષ્ટ કર્યું છે, અને તેણે પારકા દેવની પુત્રી સાથે લગ્ન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહૂદાએ અવિશ્વાસુ છે, અને ઇઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાહ જેને પ્રેમ કરતા હતા તે પવિત્રસ્થાનને યહૂદાએ અપવિત્ર કર્યું છે, અને તેણે વિદેશી દેવની દીકરી સાથે લગ્ન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઇસ્રાએલમાં તથા યરૂશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે; કારણકે યહોવાના પવિત્રસ્થાનને યહૂદાએ ષ્ટ કર્યું છે, અને તેણે એક વિદેશી દેવીની પૂજા કરવાનું શરૂ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 2:11
27 Iomraidhean Croise  

ત્યારે એલામના ગોત્રના યહિયેલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “પરપ્રજાની સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણે ઈશ્વરના નિયમનો ભંગ કર્યો છે. છતાં ઇઝરાયલ માટે હજી કંઈક આશા છે.


તમારે તમારી પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવવાં નહિ, તેમ જ તમારે તેમની પુત્રીઓ સાથે લગ્ન કરવાં નહિ. ન તો તમારે તેમની સુખસમૃદ્ધિ માટે કંઈ પ્રયાસ કરવો. તો જ તમે બળવાન થશો, દેશની ઉત્તમ પેદાશ ખાશો અને તમારા વંશજો સદા તેનો વારસો ભોગવતા રહેશે.


ઈશ્વરના લોકો પેઓરમાં બઆલ નામના દેવતાની પૂજામાં જોડાયા અને તેમણે મૃતજનોનાં શ્રાદ્ધનાં બલિદાનો ખાધાં.


ફસલની પ્રથમ ઉપજની જેમ તું મારો હિસ્સો હતી. જે કોઈ તને રંજાડતું તે દોષિત ઠરતું અને તેમના પર વિપત્તિ આવી પડતી. હું પ્રભુ પોતે આ બોલું છું.”


આ બધું કર્યા પછી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા સાચા દિલથી નહિ, પણ માત્ર ઢોંગથી પાછી ફરી છે. હું પ્રભુ પોતે આ બોલું છું.”


પછી મારે નામે ઓળખાતા આ મંદિરમાં આવીને મારી સમક્ષ ઊભા રહી તમે કહો છો, ‘અમે અહીં સલામત છીએ’ અને પછી પાછા આ બધાં ઘૃણાજનક કાર્યો જારી રાખો છો.


વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે.


કેટલાક પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે, તો બીજા કેટલાક પોતાની પુત્રવધૂઓને ભ્રષ્ટ કરે છે, તો કોઇ પોતાની ઓરમાન બહેનોનો શીલભંગ કરે છે.


“પણ આદમા નગર પાસે વચનના દેશમાં પ્રવેશતાંની સાથે તો તેમણે દગો દઈને તેમની સાથેનો મારો કરાર તોડયો છે.


તમારે મારા પવિત્ર લોક બનવાનું છે. કારણ, હું પ્રભુ છું અને હું પવિત્ર છું. મેં તમને બીજી પ્રજાઓથી અલગ કર્યા છે, જેથી તમે ફક્ત મારા જ બની રહો.”


પ્રભુએ ઇઝરાયલી લોકોને કહેવા આપેલો આ સંદેશ છે.


કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો અને પૃથ્વીના પટ પરની સર્વ પ્રજાઓમાંથી પ્રભુએ તમને પોતાના વિશિષ્ટ લોક થવા પસંદ કર્યા છે.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


તેમણે તેમની સાથે લગ્નસંબંધો બાંયા અને તેમના દેવોની પૂજા કરી.


Lean sinn:

Sanasan


Sanasan