Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 1:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તમે એમ માનો છો કે મારી આગળ બલિદાન કરવા માટે તમે આંધળાં, બીમાર અને અપંગ જાનવરો લાવો છો એમાં કંઈ ખોટું નથી? તમારા રાજ્યપાલને એવું જાનવર આપવાનો અખતરો કરી જુઓ; તે તમારા પર પ્રસન્‍ન થઈને તમારા પર કંઈ મહેરબાની દાખવશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી તમે આંધળા [જાનવર] નું બલિદાન આપો છો, [ને વળી કહો છો કે] ‘એમાં કંઈ ખોટું નથી.’ તમે લંગડા તથા રોગિષ્ઠ [જાનવર] નું બલિદાન આપો છો, [ને વળી કહો છો કે] ‘એમાં કંઈ ખોટું નથી’. ત્યારે વારુ, તારા સૂબાને એવા [જાનવર] ની ભેટ કર; એથી તે તારા પર પ્રસન્ન થશે? અથવા શું તે તારો સત્કાર કરશે?” એમ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “આંધળા જાનવરની બલિ ચઢાવવામાં આવે તે ખોટું છે. જો કોઇ, લંગડા કે ખોડખાંપણવાળા કે રોગિષ્ટ જાનવરની બલિ ચઢાવવામાં આવે તો તે ખોટું છે. તમે જો એવી ભેટ કોઇ રાજકર્તાને માટે લાવો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 1:8
10 Iomraidhean Croise  

તેથી હવે સાત આખલા અને સાત ઘેટા લઈને યોબ પાસે જાઓ અને તમારા તરફથી તેમને દહનબલિ તરીકે ચડાવો. પછી મારો ભક્ત યોબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ અને તમારી સાથે તમારી મૂર્ખતા પ્રમાણે વર્તીશ નહિ. કારણ, મારા ભક્ત યોબની જેમ તમે મારા વિષે સાચું બોલ્યા નથી.


તે તમારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, વિશેષત: તમારા દહનબલિથી સંતુષ્ટ થાઓ. (સેલાહ)


આ લોકો વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે, “આમ જ તેમને મારાથી દૂર ભટકવાનું ગમે છે અને તેથી પોતા પર કાબૂ રાખી શક્તા નથી. તેથી હું પ્રભુ પણ તેમને સ્વીકારતો નથી. પણ હવેથી હું એમના દોષ યાદ રાખીને તેમના પાપને લીધે તેમને સજા કરીશ.”


તેમને બલિદાનો ચડાવવાનું અને તેમનું માંસ ખાવાનું ગમે છે, પણ હું પ્રભુ તેમના પર પ્રસન્‍ન નથી અને હું તેમનાં પાપ સ્મરણ કરીને તેમને સજા કરીશ; હું તેમને પાછા ઇજિપ્ત મોકલી દઈશ.


ઇરાનના સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા શઆલ્તીએલના પુત્ર, યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને યહોસાદાકના પુત્ર પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ માટે સંદેશો મોકલ્યો.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તો એવું ચાહું છું કે તમારામાંનો કોઈ મંદિરનાં દ્વાર બંધ કરી દઈને તમને મારી વેદી પર નિરર્થક અગ્નિ પેટાવતાં અટકાવે. હું તમારો સ્વીકાર કરીશ નહિ; ન તો તમારાં ચઢાવેલાં અર્પણો સ્વીકારીશ.


તમે આ રીતે મારો તિરસ્કાર કરો છો: મારી વેદી પર તમે નક્મા ખોરાકનું અર્પણ ચઢાવો છો. વળી, તમે કહો છો, ‘અમે તમારું સન્માન કરવામાં કેવી રીતે નિષ્ફળ નીવડયા છીએ?’ હું તે તમને જણાવીશ: મારી વેદીનો તિરસ્કાર કરીને તમે નિષ્ફળ ગયા છો.


પરંતુ જો તે બચ્ચાને કંઈ ખોડ હોય એટલે કે તે આંધળું કે લંગડું હોય અથવા બીજી કંઈ ખામી હોય તો તમારે પ્રભુને તેનું બલિદાન કરવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan