Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 1:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તમે આ રીતે મારો તિરસ્કાર કરો છો: મારી વેદી પર તમે નક્મા ખોરાકનું અર્પણ ચઢાવો છો. વળી, તમે કહો છો, ‘અમે તમારું સન્માન કરવામાં કેવી રીતે નિષ્ફળ નીવડયા છીએ?’ હું તે તમને જણાવીશ: મારી વેદીનો તિરસ્કાર કરીને તમે નિષ્ફળ ગયા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચઢાવો છો. તેમ છતાં તમે પૂછો છો, ‘અમે કેવી રીતે તમારા નામનું અપમાન કર્યું છે?’ યહોવાની મેજ તિરસ્કારપાત્ર છે, એવું કહીને તમે [અપમાન કર્યું છે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહ કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચઢાવીને પૂછો છો, “અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા?’ એવું કહીને કે યહોવાહ મેજને ધિક્કારપાત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવા કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર અર્પણો અપોર્ છો અને પછી પૂછો છો, ‘અમે તમને શી રીતે ષ્ટ કર્યા?’ “કારણકે તમે એમ માની લીધું હતું કે, યહોવાની વેદીનું સન્માન થવું ન જોઇએ.

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 1:7
14 Iomraidhean Croise  

તે દોઢ મીટર ઊંચું અને એક મીટર લાંબું અને એક મીટર પહોળું હતું. એના ખૂણા, એનું તળિયું તથા તેની બાજુઓ એ બધું લાકડાનું હતું. તેણે મને કહ્યું, “આ તો પ્રભુની હજૂરમાં રખાયેલી મેજ છે.”


માત્ર તેઓ જ મારા પવિત્રસ્થાનમાં પ્રવેશ કરશે, મારી યજ્ઞવેદી પાસે સેવાકાર્ય કરશે અને મંદિરની સેવાવિધિનું સંચાલન કરી શકશે.


“પ્રભુને ચડાવવાનાં કોઈપણ ધાન્ય અર્પણમાં ખમીર વાપરવું નહિ. પ્રભુને ધાન્ય અર્પણ ચડાવતી વખતે ખમીર કે મધ કદી વાપરવું નહિ.


તેણે પવિત્ર રહેવું જોઈએ. તેણે મારા નામને કલંક લગાડવું નહિ. તે મને ધાન્યઅર્પણ ચડાવે છે માટે તેણે પવિત્ર રહેવું જ જોઈએ.


લોકોએ યજ્ઞકારને પવિત્ર ગણવો જોઈએ. કારણ, તે મને ધાન્યઅર્પણ ચડાવે છે. હું પ્રભુ છું. હું પવિત્ર છું અને હું મારા લોકને પવિત્ર બનાવું છું.


યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું.


પણ મારી વેદી નક્મી છે એમ કહેતાં અને તમે નક્મા ગણેલા ખોરાકનું મને અર્પણ ચઢાવતાં તમે મારું અપમાન કરો છો.


તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ?


તમે એમ માનો છો કે મારી આગળ બલિદાન કરવા માટે તમે આંધળાં, બીમાર અને અપંગ જાનવરો લાવો છો એમાં કંઈ ખોટું નથી? તમારા રાજ્યપાલને એવું જાનવર આપવાનો અખતરો કરી જુઓ; તે તમારા પર પ્રસન્‍ન થઈને તમારા પર કંઈ મહેરબાની દાખવશે?”


તમે પ્રભુના પ્યાલામાંથી અને ભૂતોના પ્યાલામાંથી એમ બન્‍નેમાંથી પી શકો નહિ. તેમ જ તમે પ્રભુની મેજ પરથી અને ભૂતોની મેજ પરથી એમ બન્‍ને પરથી ખાઈ શકો નહિ.


પરંતુ જો તે બચ્ચાને કંઈ ખોડ હોય એટલે કે તે આંધળું કે લંગડું હોય અથવા બીજી કંઈ ખામી હોય તો તમારે પ્રભુને તેનું બલિદાન કરવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan