Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ઇઝરાયલના લોકો પોતાની નજરે એ જોશે અને કહેશે, “ઇઝરાયલ દેશ બહાર પ્રભુ પરાક્રમ દાખવે છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે તમે નજરે જોશો, ને કહેશો કે, ‘ઈઝરાયલની હદની બહાર સર્વત્ર યહોવા મોટો મનાઓ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમે તમારી નજરે તે જોશો અને કહેશો કે, “ઇઝરાયલની સરહદોની પાર સર્વત્ર યહોવાહ મહાન છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે તમારી નજરે તે જોવા પામશો, ને તમે પોતે જ કહેશો કે, “ઇસ્રાએલની સીમાને પાર પણ યહોવાનો પ્રતાપ પહોંચે છે!”

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 1:5
14 Iomraidhean Croise  

એને લીધે પ્રભુ યહૂદિયા અને યરુશાલેમ પર કોપાયમાન થયા છે અને તમે તમારી નજરે જુઓ છો કે તેમણે તેમના એવા હાલ કર્યા છે કે સૌ કોઈ તેમને જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામીને તેમની મશ્કરી ઉડાવે છે.


આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”


આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


ઇઝરાયલનાં શહેરોમાં વસનારાઓ બહાર નીકળશે. તેઓ નાની મોટી ઢાલો, ધનુષ્ય, તીર, ભાલા અને બરછીને બાળશે. તે સાત વરસ સુધી ચાલશે.


તે આવશે ત્યારે પ્રભુના સામર્થ્યથી તથા પ્રભુ પરમેશ્વરના નામના પ્રતાપથી પોતાના લોકો પર રાજ કરશે. તેના લોકો સલામતીમાં રહેશે. કારણ, પૃથ્વીના બધા લોકો તેમની આણ સ્વીકારશે,


પ્રભુનાં એ બધાં મહાન કાર્યો તમે નજરોનજર જોયાં છે.


બઆલ-પયોરના સ્થાનકે પ્રભુએ જે કંઈ કર્યું તે તમે તમારી નજરે જોયું; એટલે કે, બઆલ-પયોરની પૂજા કરનારા બધા માણસોનો તમારા ઈશ્વર પ્રભુએ તમારી મધ્યેથી વિનાશ કર્યો.


ત્યારે તેમણે મને મદદને માટે પોકાર કર્યો, અને મેં તેમની અને ઇજિપ્તીઓની વચમાં અંધકાર મૂકી દીધો. ઇજિપ્તીઓ પર સમુદ્રનાં પાણી ફેરવી વાળી મેં તેમને ડૂબાડી દીધા. મેં ઇજિપ્તીઓની શી દશા કરી તે તમે જાણો છો. ‘તમે લાંબો સમય રણપ્રદેશમાં રહ્યા.


તો ઊભા રહો, હવે તમે ઈશ્વરનાં મહાન કાર્ય જોશો. અત્યારે તો ઉનાળો છે, ખરું ને? હું પ્રાર્થના કરીશ એટલે ઈશ્વર મેઘગર્જના અને વરસાદ મોકલશે. એ જોઈને તમને ખબર પડશે કે રાજા માગીને તમે પ્રભુ વિરુદ્ધ મહાન પાપ કર્યું છે.”


Lean sinn:

Sanasan


Sanasan