Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માલાખી 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 જ્યારે એસાવ તથા તેના વંશજોનો તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડીપ્રદેશને વેરાન કરી મૂક્યો છે અને તેના દેશને શિયાળવાંનું રહેઠાણ બનાવી દીધો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ એસાવનો મેં ધિકકાર કર્યો, અને મેં તેના પર્વતોને ઉજ્જડ કરી નાખ્યા, અને તેનું વતન અરણ્યનાં શિયાળવાંને [આપ્યું.] ”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ મેં એસાવનો તિરસ્કાર કર્યો. મેં તેના પર્વતોને ઉજ્જડ બનાવી દીધા, તેના વારસાને મેં અરણ્યનાં શિયાળોનું સ્થાન બનાવી દીધું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પણ એસાવનો મેં તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડી પ્રદેશને ઉજ્જડ બનાવી દીધો છે, અને તેના વતનને જંગલના પશુઓનો વાસ બનાવી દીધું છે.”

Faic an caibideil Dèan lethbhreac




માલાખી 1:3
26 Iomraidhean Croise  

તો પ્રભુએ તેને કહ્યું, “તારા પેટમાં બે પ્રજાઓ છે; જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ છે. એક પ્રજા બીજી કરતાં વધારે બળવાન બનશે અને મોટો નાનાનો દાસ થશે.”


મૃગજળ તે તલાવડી અને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે. એકવાર જ્યાં શિયાળો વસતાં હતાં ત્યાં ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.


પરંતુ મેં એસાવના વંશજોને નગ્ન કરી દીધા છે, તેમ જ તેમનાં સંતાવાનાં સ્થાનો ઉઘાડાં કર્યાં છે; તેથી તેઓ કોઈ જગાએ સંતાઈ શકે તેમ નથી. અદોમના વંશજોનો વિનાશ થયો છે. તેમના સગાંસંબંધી અરે, પાડોશીઓ પણ નાશ પામ્યા છે.


તેથી અદોમના લોકો વિરુદ્ધની મારી યોજના વિષે સાંભળો, અને તેમાન નગરના રહેવાસીઓ વિરુદ્ધના મારા ઇરાદાઓ સાંભળો: હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુઓ ઘસડી જશે અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે.


હાસોરનો પ્રદેશ સદાકાળ શિયાળવાંનું રહેઠાણ અને ઉજ્જડ સ્થાન બનશે, ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે કોઈ પડાવ નાખશે નહિ.”


અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?


હે દેદાનના રહેવાસીઓ, નાસો! પાછા ફરીને ભાગો. બરાબર સંતાઈ જાઓ. હું એસાવના વંશજોનો વિનાશ કરવાનો છું. કારણ, તેમની સજાનો સમય આવી પહોંચ્યો છે.


બેબિલોન ખંડેરનો ઢગલો બની જશે અને શિયાળોનું રહેઠાણ બનશે. તેને વસ્તીહીન થયેલું જોઈને લોકો આઘાત પામશે અને તેના પર ફિટકાર વરસાવશે.


પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”


સિયોનને તેના પાપની સજા પૂરી થઈ છે. પ્રભુ આપણને બંદીવાસમાં વધુ સમય રાખશે નહિ. પણ હે અદોમ, પ્રભુ તને સજા કરશે; તે તારાં પાપ ખુલ્લાં કરશે.


“હું, પ્રભુ પરમેશ્વર, સમ ખાઇને કહું છું કે તમારી આસપાસની પ્રજાઓ જ મહેણાંટોણાંનો ભોગ થઇ પડશે.


હું તમારે પક્ષે છું. હું તમારા તરફ ફરીશ. તમારી ભૂમિ ફરીથી ખેડાશે અને ત્યાં વાવણી થશે.


ઇજિપ્ત રણ બની જશે અને અદોમ વેરાન ખંડિયેર બની જશે, કારણ, તેમણે યહૂદિયાના લોકો પર આક્રમણ કરીને તેમાં નિર્દોષ માણસોને મારી નાખ્યા.


“તેં યાકોબના વંશજો, તારા ભાઈઓને લૂંટી લઈ તેમને મારી નાખ્યા હોઈ તને સદાને માટે બટ્ટો લાગશે અને તારો સદંતર નાશ થશે.


તેમણે પાછા ફરીને તેમને કહ્યું, “જે મને અનુસરવા માગે છે તે પોતાના પિતા, માતા, પત્ની અને બાળકો, ભાઈઓ અને બહેનો અરે, પોતાની જાતનો પણ તિરસ્કાર ન કરે, તો તે મારો શિષ્ય બની શક્તો નથી.


Lean sinn:

Sanasan


Sanasan