Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 8:43 - પવિત્ર બાઇબલ C.L.

43 ત્યાં એક સ્ત્રી હતી. તે બાર વર્ષથી રક્તસ્રાવના રોગથી પીડાતી હતી. તેણે સારવાર માટે પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું, પણ કોઈ તેને સાજી કરી શકાયું ન હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 એક સ્‍ત્રીને બાર વરસથી લોહીવા હતો, તેણે પોતાનો બધો પૈસો વૈદો પાછળ ખરચી નાખ્યો હતો, પણ કોઈ તેને સાજી કરી શક્યું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 ત્યાં એક સ્ત્રીહતી જેને બાર વર્ષથી લોહીવા હતો. પોતાની પાસે જે કઈ હતું તે બધું જ ખર્ય્યુ. પણ કોઈ વૈદ તેને સાજી કરી શક્યો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 8:43
22 Iomraidhean Croise  

આસાને તેના અમલના ઓગણચાલીસમા વર્ષે પગનું આસાય દરદ થયું; ત્યારે પણ સહાય માટે પ્રભુ તરફ ન વળતાં તે વૈદો પાસે ગયો.


પણ તમે જુઠાણાંને ઓપ ચડાવો છો. તમે બધા જ ઊંટવૈદ જેવા છો!


શત્રુઓ વિરુદ્ધ અમને સહાય કરો. કારણ, માનવી સહાય વ્યર્થ છે.


હવે મર્ત્ય માનવીનો ભરોસો ન કરશો. એની શી વિસાત છે?


કારણ, બીજાઓએ તો પોતાની સમૃદ્ધિમાંથી જે વધારાનું હતું તે નાખ્યું; પણ તેણે તો ગરીબ હોવા છતાં તેની પાસે જે કંઈ હતું તે બધું નાખ્યું, એટલે પોતાની સર્વ આજીવિકા નાખી છે!”


દુષ્ટાત્મા તેના પર હુમલો કરે છે, ત્યારે તે તેને જમીન પર પછાડે છે અને તેના મોંમાંથી ફીણ નીકળે છે. તે તેના દાંત કચકચાવે છે અને આખું શરીર અક્કડ થઈ જાય છે. મેં તમારા શિષ્યોને દુષ્ટાત્મા કાઢવા વિનંતી કરી, પણ તેઓ કાઢી શક્યા નહિ.”


તેથી તે અઢાર વર્ષથી બીમાર હતી; તે વાંકી વળી ગઈ હતી, અને ટટ્ટાર થઈ શક્તી ન હતી.


અહીં આ પણ અબ્રાહામની પુત્રી છે અને શેતાને તેને અઢાર વર્ષથી બાંધી રાખી હતી. તો વિશ્રામવારે તેને બંધનમુક્ત કરવી કે નહિ?”


ઈસુ કિનારે ઊતર્યા કે તેમને દુષ્ટાત્માઓ વળગેલો નગરનો એક માણસ મળ્યો. લાંબા સમયથી તે કપડાં પહેરતો ન હતો અને ઘરમાં રહેતો ન હતો, પણ દફનાવવાની ગુફાઓમાં પડયો રહેતો.


કારણ, બાર વર્ષની ઉંમરની તેની એકની એક દીકરી મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા ત્યારે ચારે બાજુ લોકોની ભારે પડાપડી હતી.


તે ભીડમાં ઈસુની પાછળ આવી અને તેમના ઝભ્ભાની કિનારીને અડકી, એટલે તરત જ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો.


રસ્તે જતાં ઈસુએ જન્મથી આંધળા એક માણસને જોયો.


પરંતુ હવે તે શી રીતે જોઈ શકે છે અને કોણે તેની આંખો ઉઘાડી તેની અમને ખબર નથી. તેને જ પૂછો ને! તે પુખ્ત ઉંમરનો છે અને પોતે જવાબ આપી શકે તેમ છે.”


ત્યાં “સુંદર” નામના દરવાજે એક જન્મથી લંગડો માણસ બેઠો હતો. મંદિરમાં જતા લોકો પાસેથી ભીખ માગવા માટે તેને ઊંચકી લાવીને એ દરવાજે બેસાડવામાં આવતો.


જે માણસના સંબંધમાં સાજાપણાનો ચમત્કાર કરાયો હતો તે ચાલીસ વર્ષ કરતાં વધારે ઉંમરનો હતો.


Lean sinn:

Sanasan


Sanasan