Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 8:12 - પવિત્ર બાઇબલ C.L.

12 રસ્તે પડેલાં બી સંદેશ સાંભળનારાં માણસો સૂચવે છે. તેઓ વિશ્વાસ કરીને ઉદ્ધાર ન પામે માટે શેતાન આવીને તેમનાં હૃદયોમાંથી સંદેશો લઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 માર્ગની કોરે પડેલાં તો સાંભળનારા છે; શેતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખેને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 રસ્તાની ધારે પડેલું બી એટલે શું? તે એવા લોકો છે જે ઉપદેશ સાંભળે છે પણ પછી શેતાન આવે છે અને તેઓના હ્રદયમાંથી ઉપદેશ લઈ જાય છે. તેથી એ લોકો ઉપદેશમાં માનતા નથી અને બચી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 8:12
13 Iomraidhean Croise  

કારણ, તમે વિદ્યાનો સતત તિરસ્કાર કર્યો છે, અને પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર રાખ્યો નથી.


ગમે તે ભોગે જ્ઞાન પ્રાપ્ત કર અને સમજ સંપાદન કર; સારાં શબ્દો વીસરી જઈશ નહિ અને તેમની અવજ્ઞા કરીશ નહિ.


“પણ તમે જેઓ મારો ત્યાગ કરીને તથા મારા પવિત્ર પર્વત સિયોનને વીસરી જઈને ભાગ્યદેવતા ગાદને નૈવેદ્ય ધરીને તથા નિયતિ દેવતા મેનીને માટે મિશ્ર દ્રાક્ષાસવના પ્યાલા ભરીને તેમની ઉપાસના કરો છો તેમને માટે તો હું આમ કરીશ.


ઈશ્વરના રાજનો સંદેશો સાંભળીને તેને જેઓ સમજી શક્તા નથી તેઓ માર્ગની બાજુમાં પડેલાં બી જેવા છે. શેતાન આવે છે અને જે વાવવામાં આવેલું છે તે છીનવીને લઈ જાય છે.


એકવાર એક માણસ બી વાવવા ગયો. તેણે ખેતરમાં બી નાખ્યાં. કેટલાંક બી માર્ગની બાજુ પર પડયાં. આકાશનાં પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં.


કેટલાક લોકો ખડકાળ જમીન જેવા છે, જેમના પર બી પડે છે.


“ઉદાહરણનો અર્થ આવો છે: બી તો ઈશ્વરનો સંદેશ છે.


ખડકાળ જમીન પર પડેલાં બી સંદેશો સાંભળીને તેને આનંદથી સ્વીકારી લેનાર માણસો સૂચવે છે. પણ તે સંદેશો તેમનામાં ઊંડો ઊતરતો નથી; તેઓ થોડોક સમય વિશ્વાસ કરે છે, પછી ક્સોટીનો સમય આવતાં તેમનું પતન થાય છે.


“વાવનાર બી વાવવા માટે ચાલી નીકળ્યો. ખેતરમાં બી વેરતાં કેટલાંક રસ્તા પર પડયાં, ત્યાં તે પગ નીચે કચડાઈ ગયાં અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં.


તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan