Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:47 - પવિત્ર બાઇબલ C.L.

47 તેથી હું તને કહું છું કે જે મહાન પ્રેમ તેણે દર્શાવ્યો તે તો તેનાં ઘણાં પાપ માફ કરાયાં છે તેની સાબિતી છે. પણ જેનું ઓછું માફ થાય છે, તે પ્રેમ પણ ઓછો કરે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 માટે હું તને કહું છું કે, એનાં પાપ ઘણાં છે તે તેને માફ થયાં છે. કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો; પણ જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 એ માટે હું તને કહું છું કે, એનાં પાપ જે ઘણાં છે તે તેને માફ થયાં છે; કેમ કે તેણે ઘણો પ્રેમ રાખ્યો; જેને થોડું માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 તેથી હું તને કહું છું કે, તેના ગણા પાપો હોવા છતાં માફ થયા છે. આ સ્પષ્ટ છે, કારણ કે તેણે ઘણો પ્રેમ દર્શાવ્યો છે. પરંતુ જેને ઓછું માફ કરવામાં આવે છે તે પ્રેમ પણ થોડોક દર્શાવે છે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:47
25 Iomraidhean Croise  

પ્રભુ કહે છે, “ચાલો, આપણે વિવાદનો નિકાલ કરી નાખીએ. પાપને લીધે તમારા પર લાલ ડાધ પડયા છે, પણ હું તમને ધોઈને બરફના જેવા શ્વેત કરીશ. જો કે તમારા પાપના ડાઘ રાતા હોય તો પણ તમે ઊનના જેવા સફેદ થશો.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


તમે ફરીવાર અમારા પર કરુણા કરશો. તમે અમારાં પાપ તમારા પગ તળે ખૂંદશો અને અમારા સર્વ અપરાધોને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશો.


મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી.


એ જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ પોતાના મનમાં વિચાર્યું, “જો આ માણસ ઈશ્વરનો ખરેખરો સંદેશવાહક હોત તો તેમને સ્પર્શ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું દુષ્ટ જીવન ગુજારે છે તેની તેમને ખબર પડી ગઈ હોત.”


તેં મારા વાળમાં તેલ નાખ્યું નહિ, પણ તેણે મારા પગ પર અત્તર રેડયું છે,


પછી ઈસુએ સ્ત્રીને કહ્યું, “તારાં પાપ માફ કરાયાં છે.”


ઈશ્વરે પોતાની જમણી તરફ તેમને આગેવાન અને ઉદ્ધારક તરીકે ઊંચા કર્યા છે. જેથી તે ઇઝરાયલીઓને પાપથી પાછા ફરવાની અને તેમનાં પાપની માફી મેળવવાની તક આપે.


નિયમશાસ્ત્ર આવવાથી અપરાધોમાં વધારો થયો, પણ જેમ પાપ વયું, તેમ ઈશ્વરની કૃપા એથીય વિશેષ વધી.


ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.


ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખનાર સૌની સાથે ઈશ્વરની કૃપા હો. આમીન.


તમારે માટે મારી એવી પ્રાર્થના છે કે જ્ઞાનમાં અને સર્વ વિવેકબુદ્ધિમાં તમારો પ્રેમ ઉત્તરોતર વધતો જાય.


અને ખ્રિસ્ત ઈસુની મારફતે જે વિશ્વાસ અને પ્રેમ આપણાં છે તે મને આપ્યાં.


પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોથી કે જીભથી હોવો ન જોઈએ, પણ કૃત્યોમાં દેખાવો જોઈએ અને સાચો હોવો જોઈએ.


પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ.


ઈશ્વર પર પ્રેમ કરવો એટલે જ તેમની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેમની આજ્ઞાઓનું પાલન બહુ અઘરું નથી.


Lean sinn:

Sanasan


Sanasan