Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:41 - પવિત્ર બાઇબલ C.L.

41 ઈસુએ કહેવાનું શરૂ કર્યું, “એક નાણાં ધીરનારને બે દેવાદાર હતા. એકને પાંચસો દીનારનું દેવું હતું, જ્યારે બીજાને પચાસ દીનારનું દેવું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 [ઈસુએ કહ્યું,] “એક લેણદારને બે દેવાદાર હતા. એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 ઈસુએ કહ્યું ‘એક લેણદારને બે દેવાદાર માણસો હતા; એકને પાંચસો દીનારનું દેવું, અને બીજાને પચાસનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 ઈસુએ કહ્યું, “બે માણસો હતા, બંને એક જ લેણદારના દેવાદાર હતા, એક માણસને લેણદારનું 500 ચાંદીના સિક્કાનું દેવું હતું. બીજાને લેણદારનું 50 ચાંદીના સિક્કાનું દેવું હતું.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:41
17 Iomraidhean Croise  

પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી.


પછી પ્રભુએ મને કહ્યું, “બેવફા યહૂદિયાની સરખામણીમાં મારો ત્યાગ કરનાર ઇઝરાયલ ઓછી દોષપાત્ર છે.


“અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા.


આ માણસ બહાર જઈને તેના એક સાથી સેવકને મળ્યો. હવે તેની પાસે તે થોડા રૂપિયા માગતો હતો. તેણે તેને ગળેથી પકડયો ને મારવા લાગ્યો અને કહ્યું, ’મારા પૈસા આપી દે.’


અમે જેમ બીજાઓના અપરાધ માફ કરીએ છીએ, તે જ પ્રમાણે તમે અમારા અપરાધોની માફી આપો.


ઈસુએ જવાબ આપ્યો, “તમે પોતે જ તેમને ખાવાનું આપો.” તેમણે તેમને કહ્યું, “શું તમારી ઇચ્છા એવી છે કે અમે બસો દીનારની રોટલી લાવીને તેમને ખવડાવીએ?”


અમારાં પાપ માફ કરો; કારણ, જેઓ અમારી વિરુદ્ધ અપરાધ કરે છે, તે બધાને અમે માફ કરીએ છીએ, અને અમને ક્સોટીમાં પડવા ન દો.”


પણ જે નોકર પોતાનો શેઠ શું ઇચ્છે છે તે જાણતો નથી અને કંઈક શિક્ષા થાય તેવું કરી બેસે તો તેને હળવી શિક્ષા થશે. જેને વધુ આપવામાં આવે છે, તેની પાસેથી વધારેની અપેક્ષા રખાય છે. જે માણસને પુષ્કળ આપવામાં આવે છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે.


શિલોઆમમાં પેલા અઢાર માણસો પર બુરજ તૂટી પડયો હતો, એમનું શું? યરુશાલેમમાં રહેતા અન્ય માણસો કરતાં તેઓ વધારે પાપી હતા એમ તમે માનો છો?


ઈસુએ તેને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે કહ્યું, “કહો, ગુરુજી!”


તેથી હું તને કહું છું કે જે મહાન પ્રેમ તેણે દર્શાવ્યો તે તો તેનાં ઘણાં પાપ માફ કરાયાં છે તેની સાબિતી છે. પણ જેનું ઓછું માફ થાય છે, તે પ્રેમ પણ ઓછો કરે છે.”


કારણ, બધા લોકો નિશાન ચૂકીને પાપમાં પડયા છે અને ઈશ્વરના ગૌરવની સ્થિતિએ પહોંચવાથી વંચિત રહ્યા છે.


નિયમશાસ્ત્ર આવવાથી અપરાધોમાં વધારો થયો, પણ જેમ પાપ વયું, તેમ ઈશ્વરની કૃપા એથીય વિશેષ વધી.


Lean sinn:

Sanasan


Sanasan