Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તેમણે યોહાનના સંદેશકોને જવાબ આપ્યો, “જાઓ, અને તમે જે જે જોયું તથા સાંભળ્યું છે તે યોહાનને જણાવો: આંધળા દેખતા થાય છે, લંગડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે, અને ગરીબોને શુભસંદેશ પ્રગટ કરવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેમણે તેઓને કહ્યું, “તમે જે જે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો, એટલે આંધળા દેખતા થાય છે, લૂલા ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મૂએલાઓને ઉઠાડવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:22
31 Iomraidhean Croise  

હું આંધળાની આંખો હતો, અને પાંગળાનો પગ હતો.


પ્રભુ અંધજનોને દેખતા કરે છે; પ્રભુ પતિતોને ઊઠાવે છે; પ્રભુ નેકજનો પર પ્રેમ રાખે છે;


હું અંધજનોને તેઓ જાણતા નથી તેવે માર્ગે દોરીશ અને તેમને અપરિચિત રસ્તા પર ચલાવીશ. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં પલટી નાખીશ અને ખાડાટેકરાવાળાં સ્થાનોને સપાટ બનાવી દઈશ. હું એ બધાં કામ કરવાનો છું અને તેમને પડતાં મૂકવાનો નથી.


ઈશ્વર કહે છે, “મારા લોકને મારી આગળ રજૂ કરો. તેઓ છતી આંખોએ આંધળા છે અને છતે કાને બહેરા છે.


જુઓ, હું એ લોકોને ઉત્તરના પ્રદેશમાંથી પાછા લાવીશ અને પૃથ્વીને છેડેથી હું તેમને એકત્ર કરીશ. તેમની સાથે અંધજનો, પંગુજનો, સગર્ભા સ્ત્રીઓ અને પ્રસૂતા, સૌ એકઠાં થશે, તેઓ વિરાટ જનસમુદાયમાં પાછા આવશે.


ત્યાં હું નમ્ર અને દીનજનોને રહેવા દઈશ અને તેઓ મદદ માટે મારા પર આધાર રાખશે.


આંધળા દેખતા થાય છે, લંગંડા ચાલતા થાય છે, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરવામાં આવે છે, બહેરા સાંભળતા થાય છે, મરણ પામેલાઓને સજીવન કરવામાં આવે છે અને દીનજનોને શુભસંદેશપ્રગટ કરવામાં આવે છે.


આંધળાં અને લૂલાં મંદિરમાં તેમની પાસે આવ્યાં. ઈસુએ તેમને સાજાં કર્યાં.


“પ્રભુનો આત્મા મારા પર છે; કારણ, ગરીબોને શુભસંદેશનો ઉપદેશ આપવા તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને બંદીવાનોને સ્વતંત્રતા અને અંધજનોને દૃષ્ટિ પાછી મળવાની જાહેરાત કરવા, કચડાયેલાઓને મુક્ત કરવા


એ જ સમયે ઈસુ ઘણા લોકોને જાતજાતના રોગ અને દર્દથી તેમજ દુષ્ટાત્માઓ કાઢીને સાજા કરતા હતા, તથા ઘણા આંધળા માણસોને દેખતા કરતા હતા.


જે મારા વિશે શંકાશીલ નથી તેને ધન્ય છે!”


નાથાનાએલે પૂછયું, “અરે, નાઝારેથમાંથી કંઈ સારું નીપજે ખરું?” ફિલિપે જવાબ આપ્યો, “આવીને જો.”


તારે તેમની આંખો ખોલવી અને તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ અને શેતાનના અધિકાર નીચેથી ઈશ્વર તરફ ફેરવવા, જેથી મારા પર વિશ્વાસ કરવાને લીધે તેમને તેમનાં પાપની માફી મળે અને ઈશ્વરના પસંદ કરાયેલા લોકોમાં તેમને સ્થાન મળે.’


દુષ્ટાત્માઓ ચીસ પાડતા પાડતા ઘણા લોકોમાંથી નીકળી જતા; ઘણા લકવાવાળા અને લંગડા લોકો પણ સાજા કરાતા હતા.


મારા ભાઈઓ, સાંભળો! ઈશ્વરે આ દુનિયાના ગરીબોને પસંદ કર્યા, જેથી તેઓ વિશ્વાસમાં ધનવાન બને અને ઈશ્વર પર પ્રેમ કરનારાઓને રાજ આપવાનું જે વચન તેમણે આપ્યું છે તે તેઓ પ્રાપ્ત કરે.


Lean sinn:

Sanasan


Sanasan