Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:16 - પવિત્ર બાઇબલ C.L.

16 બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, “આપણી વચ્ચે એક મોટા સંદેશવાહક ઊભા થયા છે, અને ઈશ્વરે પોતાની પ્રજા પર કૃપાદૃષ્ટિ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એથી સર્વને ભય લાગ્યું; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, “એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકો પર રહેમનજર કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ જોઈને સર્વને ઘણો ભય લાગ્યો; અને તેઓએ ઈશ્વરનો મહિમા કરીને કહ્યું કે, ‘એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે, અને ઈશ્વરે પોતાના લોકોની મુલાકાત લીધી છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.”

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:16
31 Iomraidhean Croise  

તમે ભૂમિની કાળજી લો છો અને વર્ષાથી તેને સિંચો છો; તમે તેને રસાળ અને ફળદ્રુપ બનાવો છો. હે ઈશ્વર, તમારી નદી પાણીથી ભરપૂર છે. તમે પૃથ્વીને તૈયાર કરીને મનુષ્યો માટે ધાન્ય પકવો છો.


ત્યારે લોકોને વિશ્વાસ બેઠો. તેમણે સાંભળ્યું કે પ્રભુએ ઇઝરાયલી લોકોની મુલાકાત લીધી છે અને તેમનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેમણે માથાં નમાવીને ઈશ્વરનું ભજન કર્યું.


યરુશાલેમ મારે માટે આનંદ, સ્તુતિ અને ગૌરવનું સ્રોત થઈ પડશે. યરુશાલેમને મેં આપેલી સંપત્તિ અને સમૃદ્ધિની વાતો સાંભળીને દુનિયાના બધા દેશો ભયથી કાંપી ઊઠશે.”


જ્યારે મૂગાં બોલવા લાગ્યાં, લૂલાં સાજાં થયાં, અપંગ ચાલવા લાગ્યાં, અને આંધળાંઓ દેખતાં થયાં ત્યારે લોકોએ આશ્ચર્યચકિત થઈને ઇઝરાયલના ઈશ્વરની સ્તુતિ કરી.


લોકોનો જવાબ હતો, આ તો ગાલીલના દેશમાં આવેલા નાઝારેથ નગરના સંદેશવાહક ઈસુ છે.


આથી તેઓ ઉતાવળથી કબરેથી ચાલી નીકળી. તેમને બીક લાગી હતી. પણ સાથે સાથે ઘણો જ આનંદ થયો હતો. એ ખબર શિષ્યોને આપવા તેઓ ઝડપથી દોડી ઈ.


એ જોઈને લોકો ડઘાઈ ગયા અને માણસોને આવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા.


બધા પડોશીઓ ગભરાઈ ગયા, અને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં આ સમાચાર ફેલાઈ ગયા.


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! કારણ, તેમણે પોતાના લોકોની મદદે આવીને તેમનો ઉદ્ધાર કર્યો છે.


તેઓ તને તોડી પાડશે અને તારા કોટની અંદરના માણસોનો પૂરેપૂરો સંહાર કરશે, તેઓ એકેય પથ્થરને તેના સ્થાને રહેવા દેશે નહિ; કારણ, જે સમયે ઈશ્વર તને બચાવવા માગતા હતા તે સમય તું પારખી શકાયું નહિ!”


ઘેટાંપાલકોએ જે જે સાંભળ્યું તથા જોયું તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા અને તેમની પ્રશંસા કરતા પાછા ફર્યા. દૂતે તેમને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે બનેલું તેમણે નિહાળ્યું.


તેમણે જવાબ આપ્યો, “નાઝારેથના ઈસુ પર જે વીત્યું તે. તે તો ઈશ્વરની તેમ જ માણસોની સમક્ષ વાણી અને કાર્યમાં ઈશ્વરના સમર્થ સંદેશવાહક હતા.


તેઓ બધા આશ્ર્વર્યમાં ગરક થઈ ગયા અને ભયભીત થઈને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “આજે આપણે કેવી અજાયબ બાબતો જોઈ!”


જે બન્યું તે જોઈને સિમોન પિતર ઈસુના ચરણોમાં પડીને બોલી ઊઠયો, “પ્રભુ, મારી પાસેથી જાઓ! હું તો પાપી છું.”


ઈસુએ કહ્યું, “યુવાન! હું તને કહું છું, ઊઠ!” પેલો મૃત માણસ બેઠો થયો અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.


એ જોઈને ઈસુને આમંત્રણ આપનાર ફરોશીએ પોતાના મનમાં વિચાર્યું, “જો આ માણસ ઈશ્વરનો ખરેખરો સંદેશવાહક હોત તો તેમને સ્પર્શ કરનાર આ સ્ત્રી કોણ છે અને તે કેવું દુષ્ટ જીવન ગુજારે છે તેની તેમને ખબર પડી ગઈ હોત.”


પછી ગેરાસીનીઓના પ્રદેશના બધા લોકોએ ઈસુને ચાલ્યા જવા કહ્યું. કારણ, તેઓ ઘણા ગભરાઈ ગયા હતા. તેથી ઈસુ હોડીમાં બેસીને પાછા જવા લાગ્યા.


તેમણે જવાબ આપ્યો, “કેટલાક કહે છે, ‘તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો.’ કેટલાક કહે છે, ‘એલિયા છો’ અને કેટલાક કહે છે. ‘તમે ફરીથી જીવંત થયેલા પ્રાચીનકાળના કોઈ સંદેશવાહક છો!”


તેમણે તેને પૂછયું, “તો તમે કોણ છો? એલિયા છો?” યોહાને જવાબ આપ્યો, “ના, હું તે પણ નથી.” વળી તેમણે પૂછયું, “શું તમે આવનાર સંદેશવાહક છો?” તેણે જવાબ આપ્યો, “ના.”


તેમણે યોહાનને પૂછયું, “જો, તમે આવનાર મસીહ નથી, એલિયા નથી કે આવનાર સંદેશવાહક નથી, તો તમે બાપ્તિસ્મા કેમ આપો છો?”


તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમે તો ઈશ્વરના સંદેશવાહક લાગો છો.


આ અદ્‍ભુત કાર્ય જોઈને લોકોએ કહ્યું, “ખરેખર, આ તો દુનિયામાં આવનાર ઈશ્વરના સંદેશવાહક છે.”


તેથી ફરોશીઓએ એ માણસને ફરી પૂછયું, “તું કહે છે કે તેણે તને દેખતો કર્યો છે, તો પછી તું તેને વિષે શું કહે છે?” તેણે જવાબ આપ્યો, “તે ઈશ્વરના સંદેશવાહક છે.”


એ સાંભળતાંની સાથે જ અનાન્યાએ ઢળી પડીને પ્રાણ છોડયો અને એ સાંભળીને ઘણા લોકો ભયભીત થયા.


મોશેએ જ ઇઝરાયલી લોકોને કહ્યું હતું: ‘ઈશ્વરે જેમ મને મોકલ્યો, તેમ તે તમારા પોતાના લોકમાંથી તમારી પાસે સંદેશવાહક મોકલશે.’


આમ મારે લીધે તેમણે ઈશ્વરની સ્તુતિ કરી.


એને બદલે, તમારા ઈશ્વર પ્રભુ તમારી મધ્યે તમારા લોકોમાંથી જ તમારે માટે મારા જેવો સંદેશવાહક ઊભો કરશે; તમારે તેનું જ સાંભળવું.


Lean sinn:

Sanasan


Sanasan