Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 એક બીજા વિશ્રામવારે ઈસુ યહૂદીઓના ભજનસ્થાનમાં જઈને ઉપદેશ આપવા લાગ્યા. ત્યાં એક એવો માણસ હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એક બીજે, વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા. ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 બીજા એક વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં જઈને બોધ કરતા હતા; ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 6:6
14 Iomraidhean Croise  

એ ઈશ્વરભક્તને બેથેલની વેદીને શાપ દેતો સાંભળીને યરોબામ રાજાએ વેદી ઉપરથી હાથ લંબાવીને હુકમ કર્યો, “એને પકડો!” તરત જ રાજાના હાથને લકવો થઈ ગયો; જેથી તે તેને પાછો ખેંચી શક્યો નહિ.


એ નક્મા ઘેટાંપાળકનું હવે આવી બન્યું છે. તેણે પોતાના ટોળાનો ત્યાગ કર્યો છે. તેનો હાથ સુકાઈ જશે, અને તેની જમણી આંખ ફૂટી જશે.”


ઈસુ સમગ્ર ગાલીલ દેશમાં તેમનાં ભજનસ્થાનોમાં ઈશ્વરના રાજનો શુભસંદેશ પ્રગટ કરતા અને દરેક પ્રકારની માંદગી અને બીમારીમાં સપડાયેલાંને સાજા કરતા ફર્યા.


વિશ્રામવારે ઈસુ એક ભજનસ્થાનમાં શિક્ષણ આપતા હતા. ત્યાં એક સ્ત્રી હતી, જેને દુષ્ટાત્મા વળગેલો હતો.


આથી ઈસુએ નિયમશાસ્ત્રના શિક્ષકો તથા ફરોશીઓને પૂછયું, “આપણા નિયમશાસ્ત્રમાં વિશ્રામવારના દિવસે સાજા કરવાનું કાર્ય કરી શકાય ખરું?”


પછી ઈસુ જ્યાં તેમનો ઉછેર થયો હતો એ નાઝારેથમાં ગયા, અને હંમેશની રીત પ્રમાણે તે વિશ્રામવારે ભજનસ્થાનમાં ગયા અને તે શાસ્ત્ર વાંચવા ઊભા થયા.


પછી ઈસુ ગાલીલમાં આવેલા કાપરનાહુમમાં ગયા, અને ત્યાં વિશ્રામવારે તેમણે લોકોને ઉપદેશ આપ્યો.


વિશ્રામવારે ઈસુ ઘઉંનાં ખેતરોમાં થઈને જતા હતા. તેમના શિષ્યો ડૂંડાં તોડીને હાથમાં મસળીને ખાવા લાગ્યા.


પછી ઈસુએ તેમને કહ્યું, “માનવપુત્ર વિશ્રામવાર પર પણ પ્રભુત્વ ધરાવે છે.”


માંદા માણસોનો મોટો સમુદાય એ વરંડાઓમાં પડયો રહેતો હતો. તેઓમાં આંધળાં, લંગડાં, લકવાવાળાં વગેરે હતાં. [તેઓ પાણીમાં હલચલ થાય તેની રાહ જોતાં;


કેટલાએક ફરોશીઓએ કહ્યું, “આવું કરનાર માણસ ઈશ્વર તરફથી આવેલો નથી, કારણ, તે વિશ્રામવાર પણ પાળતો નથી.” બીજાઓએ કહ્યું, “પાપી માણસ આવાં અદ્‍ભુત કાર્યો કેવી રીતે કરી શકે?” એમ તેમનામાં પક્ષ પડી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan