Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 6:27 - પવિત્ર બાઇબલ C.L.

27 “પણ તમે જેઓ મારું સાંભળી રહ્યા છો તેમને હું કહું છું: તમારા દુશ્મનો પર પ્રેમ કરો, અને જેઓ તમારો તિરસ્કાર કરે છે તેમનું ભલું કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 પણ હું તમ સાંભળનારાઓને કહું છું કે, તમારા વૈરીઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 પણ હું તમને સાંભળનારાઓને કહું છું કે, તમારા શત્રુઓ પર પ્રેમ કરો, જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 “હું જે લોકો મને ધ્યાનથી સાંભળે છે તે સૌ સાંભળનારાઓને કહું છું, તમારા વૈરીઓને પ્રેમ કરો. જેઓ તમારો તિરસ્કાર કરે તેઓનું પણ ભલું કરો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 6:27
22 Iomraidhean Croise  

યરોબામ રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “કૃપા કરી પ્રભુ, તમારા ઈશ્વરને મારે માટે પ્રાર્થના કરો અને તેમને મારો હાથ સાજો કરવા કહો.” ઈશ્વરભક્તે પ્રભુને પ્રાર્થના કરી એટલે રાજાનો હાથ સાજો થઈ ગયો.


તારા શત્રુનું પતન થાય ત્યારે હરખાઈશ નહિ, અને તે ઠોકર ખાય ત્યારે હૃદયમાં આનંદ પામીશ નહિ;


ઈશ્વરની પ્રશંસા તેમની અગમ્યતાને લીધે થાય છે; જ્યારે રાજાની પ્રશંસા રહસ્યો ઉકેલવાની તેની આવડતને લીધે થાય છે.


વળી, તેમણે તેમને કહ્યું, “તમે જે સાંભળો છો તે વિષે સાવધ રહો. તમે બીજાઓનો ન્યાય જે ધારાધોરણ પ્રમાણે કરો છો, તે જ ધારાધોરણ પ્રમાણે અને વધુ કડકાઈથી ઈશ્વર તમારો ન્યાય કરશે. જે માણસ પાસે કંઈક છે તેને વધારે આપવામાં આવશે.


ઈસુએ કહ્યું, “હે પિતા, આ લોકોને ક્ષમા કરો! પોતે શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠી નાખીને તેમણે તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.


“માનવપુત્રને લીધે માણસો તમારો તિરસ્કાર કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે અને તમને દુષ્ટ કહે ત્યારે તમને ધન્ય છે.


પણ તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને તેમનું ભલું કરો. કંઈ પાછું મેળવવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો. એથી તમને મોટો બદલો મળશે, અને તમે સર્વોચ્ચ ઈશ્વરના પુત્રો થશો. કારણ, ઈશ્વર અનુપકારીઓ અને દુષ્ટો પ્રત્યે પણ ભલા છે.


સારી જમીનમાં પડેલાં બી એવા લોકોનું સૂચન કરે છે કે જેઓ સાચા અને નિખાલસ દિલે સંદેશો સાંભળે છે અને તેમને ફળ આવે ત્યાં સુધી ટકી રહે છે.


“તેથી તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધ રહો; કારણ, જેની પાસે કંઈક છે તેને વિશેષ અપાશે, ને જેની પાસે કંઈ નથી તેની પાસેથી જે થોડુંક તે પોતાનું હોવાનું ધારે છે તે પણ લઈ લેવાશે.”


પરંતુ, કેટલાંક બી સારી જમીનમાં પડયાં; છોડ ઊગ્યા અને સારાં ફળ આવ્યાં, દરેક બીમાંથી સોગણા દાણા પાક્યા.” ઈસુએ કહ્યું, “તમારે સાંભળવાને કાન હોય, તો સાંભળો!”


નાઝારેથના ઈસુ, જેમનો ઈશ્વરે પવિત્ર આત્મા અને સામર્થ્યથી અભિષેક કર્યો તેમને વિષે પણ તમે જાણો છો.


પણ પાઉલ મોટે ઘાંટે બૂમ પાડી ઊઠયો, “તમે પોતાને કંઈ ઇજા કરશો નહિ! અમે બધા અહીં જ છીએ!”


તે ધૂંટણે પડયો, અને મોટે અવાજે બોલ્યો, “ઓ પ્રભુ! આ પાપની જવાબદારી તેમને શિરે મૂકશો નહિ!” એમ કહીને તે મરી ગયો. તેના ખૂનમાં શાઉલની સંમતિ હતી.


આમ, જ્યારે પણ આપણને તક મળે, ત્યારે આપણે સૌનું, અને ખાસ કરીને જેઓ વિશ્વાસમાં એક કુટુંબ છે, તેમનું ભલું કરીએ.


કોઈ દુષ્ટતાનો બદલો દુષ્ટતાથી ન વાળે. પણ સર્વ સમયે એકબીજાનું અને સર્વ લોકનું ભલું કરવાનું યેય રાખો.


પ્રિય મિત્ર, ભૂંડાનું નહિ પણ સારાનું અનુકરણ કર. જે કોઈ સારું કરે છે તે ઈશ્વરના પક્ષનો છે; પણ જે કોઈ ભૂંડું કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.


Lean sinn:

Sanasan


Sanasan