Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 6:22 - પવિત્ર બાઇબલ C.L.

22 “માનવપુત્રને લીધે માણસો તમારો તિરસ્કાર કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે અને તમને દુષ્ટ કહે ત્યારે તમને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમારો બહિષ્કાર કરશે, તમને મહેણાં મારશે, અને તમારું નામ દુષ્ટ ગણીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જયારે માણસના દીકરાને લીધે લોકો તમારો દ્વેષ કરશે તમને બહાર કાઢશે, તમને મહેણાં મારશે, તમારું અપમાન કરશે, તમારા નામને કલંકિત માનીને તમને કાઢી મૂકશે, ત્યારે તમે આશીર્વાદિત છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “માણસના દીકરાને કારણે લોકો તમને તેમના જૂથમાંથી હાંકી કાઢશે, તમારા નામની નિંદા કરશે, તમારી બદનામી કરશે ત્યારે પણ તમને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 6:22
29 Iomraidhean Croise  

તેઓ બીજાઓને કહે છે, ‘મારાથી દૂર રહે; મારી નજીક આવતો નહિ, કારણ, હું એવો પાવન થયેલો છું કે તું મારો સ્પર્શ પણ કરી શકે નહિ.’ એવા લોકો તો મને રોષ ચડાવનાર, મારા નસકોરાંમાં ધૂમાડા જેવા અને સતત સળગતા અગ્નિ જેવા છે.


તો હવે પ્રભુના સંદેશથી ધ્રૂજનારા, તમે તેમનો સંદેશ સાંભળો: “તમારો તિરસ્કાર અને બહિષ્કાર કરનાર તમારા જાતભાઈઓ તમારે વિષે આવું કહે છે: ‘પ્રભુ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમને આનંદિત થયેલા જોઈએ.’ પણ તેઓ પોતે જ લજવાશે.”


મારે લીધે તમને શાસકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિનયહૂદીઓને શુભસંદેશ જણાવવાને કારણે એવું બનશે.


મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે. પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.


જે કોઈ પોતાનું જીવન બચાવવા યત્ન કરે છે, તે તેને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.


તેથી તેમણે તેને દ્રાક્ષવાડીની બહાર ફેંકી દીધો અને મારી નાખ્યો.” ઈસુએ પૂછયું, “તો પછી દ્રાક્ષવાડીનો માલિક ઇજારદારોને શું કરશે!


મારે લીધે પ્રજાઓ તમારો તિરસ્કાર કરશે.


કારણ, ઈશ્વરનું રાજ તમારું છે! તમે જેઓ અત્યારે ભૂખ્યા છો, તેમને ધન્ય છે; કારણ તમે ખાઈને ધરાશો. તમે જેઓ અત્યારે રડો છો, તેમને ધન્ય છે; કારણ, તમે હસશો.


છતાં ઘણા યહૂદી અધિકારીઓએ તેમના પર વિશ્વાસ મૂક્યો, પરંતુ ફરોશીઓ તેમનો બહિષ્કાર કરે એની બીકને લીધે તેઓ જાહેરમાં કબૂલાત કરતા નહોતા.


તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.


મેં તેમને તમારો સંદેશ પહોંચાડયો છે અને દુનિયા તેમનો તિરસ્કાર કરે છે; કારણ, જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ આ દુનિયાના નથી.


દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું.


તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “તું તો પૂરેપૂરો પાપમાં જનમ્યો અને ઊછર્યો છે, અને પાછો અમને શીખવે છે?” અને તેમણે તેને કાઢી મૂક્યો.


પાઉલ આટલું બોલ્યો ત્યાં સુધી લોકોએ તેનું સાંભળ્યું; પણ પછી તેઓ જોરથી બૂમો પાડવા લાગ્યા, “તેને ખતમ કરો! તે જીવવા માટે લાયક નથી!”


આ માણસ અમને ભયાનક ક્રાંતિકારી માલૂમ પડયો છે; તે સમગ્ર દુનિયામાં યહૂદીઓ મયે હુલ્લડ ફેલાવે છે અને નાઝરેથી પંથનો આગેવાન છે.


અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ.”


જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે.


અલબત્ત, સારું કરવાને લીધે તમારે દુ:ખ સહન કરવું પડે તો તમને ધન્ય છે. માણસોની બીક રાખશો નહિ કે ચિંતા કરશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan