લૂકની લખેલી સુવાર્તા 5:36 - પવિત્ર બાઇબલ C.L.36 ઈસુએ તેમને આ ઉદાહરણ પણ આપ્યું, “નવા વસ્ત્રમાંથી ટુકડો કાપીને કોઈ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી. એમ કરે તો તે જૂનું વસ્ત્ર ફાડશે જ, અને નવા વસ્ત્રનો જૂના વસ્ત્ર સાથે મેળ ખાશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 તેમણે તેઓને એક દ્દષ્ટાંત પણ કહ્યું, “નવા કપડાંમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી. જો તે મારે તો તે નવું ફાડી નાખશે, અને વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે,’ નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે. Faic an caibideilપવિત્ર બાઈબલ36 ઈસુએ લોકોને આ દષ્ટાંત પણ કહ્યું, “કોઈ પણ વ્યક્તિ પોતાના નવા કોટમાંથી કાપડનો ટૂકડો કાઢીને જૂના કોટને થીંગડુ મારતો નથી. કારણ કે તે જાણે છે કે આમ કરવાથી નવા કોટને નુકશાન થશે અને નવા કોટનું થીંગડુ જૂના કોટના કાપડને મળતું નહિ આવે. Faic an caibideil |